જેનાથી કર્યા હતા ટુકડે-ટુકડા, એ હથિયાર પણ પોલિસને મળ્યુ, નરાધમે વીંટી પણ બીજી ગર્લફ્રેન્ડને પકડાવી દીધી પછી તો….

શ્રદ્ધા હત્યાકાંડમાં દિલ્લી પોલિસને મોટી સફળતા હાથ લાગી છે. પોલિસને શ્રદ્ધાની હત્યા કરવામાં ઉપયોગમાં લેવામાં આવેલ હથિયાર મળી ગયુ છે. આ સાથે જ આ હથિયારને CFSL તપાસ માટે પણ મોકલી દેવામાં આવ્યુ છે. પોલિસને એક વીંટી પણ મળી છે, જે શ્રદ્ધાની છે. જાણકારી અનુસાર, આફતાહે શ્રદ્ધાની હત્યા બાદ આ વીંટી તેની બીજી ગર્લફ્રેન્ડને ગિફ્ટ કરી હતી, જે સાઇકોલોજિસ્ટ છે. આ ચર્ચિત હત્યાકાંડ સામે આવ્યાને મહિનાથી પણ વધારે સમય વીતી ગયો છે,

પરંતુ પોલિસના હાથે એ હથિયાર નહોતુ લાગ્યુ જે શ્રદ્ધાની હત્યા માટે ઉપયોગમાં લેવાયુ હતુ. આફતાબ, શ્રદ્ધાનો બોયફ્રેન્ડ હતો અને તેના કબૂલનામા અનુસાર તેણે શ્રદ્ધાની હત્યા બાદ તેના 35 ટુકડા કર્યા હતા અને પછી તેને ફેકી દીધા હતા. આ ભયંકર હત્યાકાંડ બાદ અવાર નવાર આ મામલે નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. જો કે, પોલિસને આફતાબની વાતો પર સંદેહ છે. જે રીતની જાણકારી આફતાબ આપી રહ્યો છે તેનાથી પોલિસને લાગે છે કે તે ભ્રમિત કરી તપાસને ભટકાવવાની કોશિશમાં છે.

એવામાં પોલિસે આફતાબના નાર્કો અને પોલિગ્રાફી ટેસ્ટની ઇજાજત માગી. ઇજાજત મળ્યા બાદ નાર્કો ટેસ્ટની પ્રક્રિયા જારી છે. આ વચ્ચે પોલિસના હાથે મહત્વનું સબૂત લાગ્યુ છે. હથિયાર તો પોલિસને મળી ગયુ પરંતુ હજુ સુધી શ્રદ્ધાનું માથુ મળ્યુ નથી. પોલિસને હથિયાર સોમવારના રોજ મળ્યુ હતુ. ન્યુઝ એજન્સી એએનઆઇએ દિલ્લી પોલિસના સૂત્રોના હવાલે જણાવ્યુ કે, શ્રદ્ધાની એ વીંટી પણ જપ્ત કરી લેવામાં આવી છે, જેને આફતાબે હત્યા બાદ બીજી છોકરીને ગિફ્ટ કરી હતી. આ છોકરી આફાૃતાબના ફ્લેટ પર પણ આવી હતી.

આ દરમિયાન શ્રદ્ધાની બોડીના ટુકડા ફ્લેટના ફ્રિજમાં જ હતા. પોલિસે કહ્યુ હતુ કે, ડેટિંગ એપથી આફતાબ બીજી ગર્લફ્રેન્ડના સંપર્કમાં આવ્યો હતો. આફતાબ આમીન પૂનાવાલાનો પોલિગ્રાફ ટેસ્ટ પણ શરૂ થયો છે. તેને તિહાડ જેલથી સોમવારે સવારે રોહિણી સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) લાવવામાં આવ્યો હતો. અત્યાર સુધી આફતાબના 3 પોલિગ્રાફ ટેસ્ટ થઇ ચૂક્યા છે. પહેલો ટેસ્ટ 22 નવેમ્બર, બીજો 24 નવેમ્બર અને ત્રીજો 25 નવેમ્બરે થયો હતો. આફતાબને 40 જેટલા સવાલ પૂછવામાં આવી ચૂક્યા છે.

મીડિયા રીપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શ્રદ્ધાને માર્યા બાદ આફતાબ મુંબઇમાં તેના મિત્રોને મળ્યો હતો અને બ્રેકઅપની કહાની સંભળાવી હતી. શ્રદ્ધાની હત્યા કરવામાં આફતાબનો સાથ એક વ્યક્તિએ આપ્યો હતો. દિલ્લી પોલિસને શક છે કે આ વ્યક્તિએ સબૂત મિટાવવામાં પણ આફતાબની મદદ કરી. હાલ તો પોલિસ જાણકારી એકઠી કરી રહી છે. જો કે, એ ખબર નથી પડી શકી છે તેણે આ થિયરી કયા આધાર પર બનાવી. ગુજરાત પોલિસે એક ડગ પેડલર ફોઝલ મોમિનની ધરપકડ કરી છે. તેણે દાવો કર્યો છે કે તે આફતાબને ડગ સપ્લાય કરતો હતો. આફતાબ નશીલી દવાઓનો ઉપયોગ કરતો હતો કે નહિ, તે તપાસમાં સામેલ કરવામાં આવશે.

Shah Jina