ઓક્સિજનની કમી વચ્ચે કાળાબજારી કરનાર 3 આરોપીની ધરપકડ, સિલેંડરનો ભાવ જાણીને આઘાત લાગશે

ભારતની ભોળી પ્રજાનો ફાયદો ઉઠાવતી આવી ગેંગને શું સજા કરવી જોઈએ?

કોરોના સંકટ વચ્ચે દિલ્લી સહિત સમગ્ર દેશમાં ઓક્સિજન અને દવાઓની કાળાબજારી કરવામાં આવી રહી છે. સાઉથ દિલ્લી પોલિસે ત્રણ એવા લોકોની ધરપકડ કરી છે, જે ઓક્સિજન સિલેંડર, નાઇટ્રોજન સિલેંજર અને ફ્લોમીટર્સને ખૂબ મોંધી કિંમત પર વેચી રહ્યા હતા. હવે આ ત્રણ આરોપીઓથી પૂછપરછ કરવામાં આવશે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

સાઉથ દિલ્લી ડીસીપી અતુલ ઠાકુર અનુસાર, ટીમને જાણકારી મળી હતી કે કેટલાક લોકો ઓક્સિજન સિલેંડર ખૂબ જ મોંઘી કિંમતમાં બ્લેકમાં વેચી રહ્યા હતા અને વધારે નફો પણ તેમને મળી રહ્યો હતો. દિલ્લી પોલિસની ટીમે આ લોકો પર સતત વોચ ગોઠવી અને આ દરમિયાન તેમને ખબર પડી કે એક વ્યક્તિ ઘિટોરની મેટ્રો સ્ટેશન પાસે ઓક્સિજન સિલેંડરની બ્લેક માર્કેટિંગ કરી રહ્યો છે.

આ ઘટનાની જાણ થતા જ પોલિસની ટીમ ત્યાં પહોંચી અને તેની ધરપકડ કરી. ધરપકડ થનાર વ્યક્તિ મોહિત છે. પોલિસને તેની પાસેથી એક મોટુ અને એક નાનુ સિલેંડર મળ્યુ. પૂછપરછમાં તેણે જણાવ્યુ કે, તે મોટા સિલેંડરને 50 હજારમાં અને નાનાને 60 હજારમાં વેચી રહ્યો હતો.

તે બાદ પોલિસે સુમિત અને અંસાર અહમદની ધરપકડ કરી અને તેની પાસે 4 ઓક્સિજન સિલેંડર, 5 નાઇટ્રોજન સિલેંડર કબ્જે કર્યા. પોલિસે આ ત્રણ વિરૂદ્ધ ફતેહપુર બેરી સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરી અને તપાસ હાથ ધરી છે.

Shah Jina