દિલ્લી મેટ્રોમાં છોકરીએ છોકરાને માર્યા તાબડતોડ 9 થપ્પડ, કહ્યુ- તું ખરાબ છોકરો છે, મમ્મીને કહી દઇશ

ચાલતી મેટ્રોમાં જ કૂતરા-બિલાડીની જેમ ઝઘડ્યા પ્રેમી-પ્રેમિકા, લોકોએ કરી દીધી પતિ-પત્ની બનવાની ભવિષ્યવાણી

પ્રેમમાં દુનિયા ખૂબસુરત નજર આવવા લાગે છે. લોકો પોતાના પાર્ટનર સિવાય કોઇ બીજા વિશે વિચારતા પણ નથી. પ્રેમમાં પ્રેમાળ વાતો થાય છે, પરંતુ જો તમને લાગતુ હોય કે પ્રેમનો સંબંધ માત્ર પ્રેમાળ જ હોય છે તો તે ખોટુ છે. આ સંબંધમાં ઝઘડા પણ થાય છે. નાની નાની વાતો પર રૂઠવાનું અને મનાવવાનું ચાલતુ રહે છે. પરંતુ ઘણીવાર તકરાર એટલી હદ સુધી વધી જાય છે કે તે મારપીટ સુધી પહોંચી જાય છે. સોશિયલ મીડિયા પર આવા એક જ કપલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે મેટ્રોની અંદર જ એકબીજા સાથે ઝઘડો કરવા લાગ્યા. વાયરલ થઇ રહેલો વીડિયો દિલ્લી મેટ્રોનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, એક કપલ મેટ્રોમાં ટ્રાવેલ કરી રહ્યુ છે અને શરૂઆતમાં બંને વચ્ચે બોલાચાલી થઇ રહી છે.

પરંતુ ધીરે ધીરે આ ઝઘડાએ થપ્પડનું રૂપ લઇ લીધુ. છોકરી છોકરાના ગાલ પર એક બે વાર થપ્પડ મારે છે. જો કે, છોકરો પહેલા તો સહન કરે છે પરંતુ પછી તે પણ છોકરી પર હાથ ઉઠાવી દે છે. કપલ મેટ્રોમાં  ઝઘડતા રહ્યા અને આસપાસના લોકો તેમના ઝઘડાની મજા લેતા રહ્યા. કોઇને તેમના ઝઘડાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો, જે હાલ ખૂબ જોવામાં આવી રહ્યો છે. દિલ્હી મેટ્રોની આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. માત્ર ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર જ નહીં પરંતુ તેને વોટ્સએપ પર પણ ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જે કપલ જોવા મળી રહ્યુ છે, તેણે મોં પર માસ્ક પહેર્યુ છે.

વીડિયોની શરૂઆતમાં છોકરી કહે છે – હું ઝારા પાસેથી હજાર રૂપિયાની કિંમતનું ટી-શર્ટ લાવી છું. પેકેટ કાઢીને એક નજર નાખ. જવાબમાં છોકરો કહે છે- 150 રૂપિયાની ટી-શર્ટ. છોકરી ગુસ્સે થઈ જાય છે અને છોકરા પર હાથ ઉપાડે છે. છોકરો તેને ચેતવે છે અને કહે છે – હાથ ના ઉપાડ, બરાબર, આ જાહેર સ્થળ છે. છોકરીએ કહ્યું- મને ના કહે. છોકરાએ કહ્યું- ચલ અહીંથી નીકશ.છોકરી હુમલો કરવા બીજી વાર આગળ વધી અને કહ્યુ- ઇજ્જત કરી લે લોકો જોઇ રહ્યા છે, ચૂપ થઇ જા. તે બાદ બંને એકબીજાને ત્યાંથી નીકળવાનું કહે છે. તે બાદ છોકરી કહે છે- મારા જીવનમાં આજ પછી ભૂલથી પણ ના આવતો. તે બાદ તેણે છોકરાને થપ્પડ મારી દીધી.

જવાબમાં આ વખતે છોકરાએ પણ હાથ ચલાવી દીધો અને કહ્યુ હવે અપાવું તને ઇજ્જત. જે બાદ તો છોકરીએ છોકરાને મારવાનું શરૂ કર્યું અને કહ્યું- હું મારી માતાને કહીશ. તારા જેવા છોકરાઓ કોઈને ન મળે, તું તો ગંદો માણસ છે. પબ્લિક પ્લેસમાં, મેટ્રોમાં તમાશો કરો છો. આટલું કહીને બંને મેટ્રોમાંથી નીચે ઉતરી જાય છે. હવે વીડિયો પર કોમેન્ટ કરીને કેટલાક લોકો તેમને કપલ બનવાનું કહી રહ્યા છે તો કેટલાક આ બંનેને ભાઈ-બહેન માની રહ્યા છે. એક યુઝરે લખ્યું- છોકરાએ આટલી ધીરજ રાખવાની જરૂર નહોતી (આત્મ સન્માન જેવી પણ એક વસ્તુ છે).

બીજાએ લખ્યું- ભાઈ-બહેનની જેમ લડવું, કેટલું સુંદર છે. જો કે કેટલાક લોકો આ વીડિયોને પ્રેન્ક વીડિયો પણ ગણાવી રહ્યા છે. આ વાયરલ વીડિયો પર લોકોએ અન્ય એકે લખ્યું કે જો પ્રેમ આવો હોય તો સારું છે કે તે સિંગલ છે. જ્યારે એકે લખ્યું કે તેને સાચો પ્રેમ કહેવાય. ઘણા યુઝર્સે લખ્યું કે લગ્ન પછી આવું થાય છે. તેઓ ચોક્કસપણે લગ્ન કરશે. વીડિયોમાં જે અવાજ આવી રહ્યો છે તે દર્શાવે છે કે છોકરો અને છોકરી જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા છે.

કારણ કે યુવતીએ તેની માતાને આ અંગે ફરિયાદ કરવાનું કહ્યું હતું. અત્યારે આ ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જો કે, આ જ વીડિયો ત્રણ મહિના પહેલા યુટ્યુબ પર પણ શેર કરવામાં આવ્યો હતો. હેડલાઇનમાં કહેવામાં આવ્યું હતું કે આ એક કપલની લડાઈનો પ્રેન્ક વીડિયો છે. આ વીડિયો સાચો છે કે પછી લોકોના મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે તેની પુષ્ટિ હાલ ગુજ્જુરોક્સ કરતુ નથી.

Shah Jina