માસ્ક ન પહેરીને પોલીસ સામે સિંહ બનતા હતા, પોલીસે લીધું મોટું પગલું કે પતિએ દોષ પત્ની પર ઢોળી દીધો

દિલ્લીમાં વીકેંડ કર્ફયુ દરમિયાન પોલિસ સાથે ચર્ચા કરનાર કપલનો વીડિયો વાયરલ થયો છે, તે તો તમે જોયો જ હશે. હવે આ મામલે એક નવી જાણકારી સામે આવી છે. વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા સાથે જે પુરુષ જોવા મળી રહ્યો છે તેણે આ ઘટનાનો બધો દોષ પત્નીને ઠેરવ્યો છેે. વીડિયો વાયરલ થયા બાદ આ પર એક્શન લેવામાં આવ્યુ છે.

આરોપીનું નામ પંકજ દત્તા અને મહિલાનું નામ આભા યાદવ છે. બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. પતિની તો કાલે જ ધરપકડ કરવામાં આવી હતી ત્યાં આરોપી પત્નીની સોમવારે એટલે કેે 19 એપ્રિલે ધરપકડ કરવામાં આવી છે.

કોરોના કાળમાં માસ્ક હવે જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. માસ્ક કોરોના સામે રક્ષણ આપે છે, ત્યારે સરકાર પણ માસ્ક પહેરવા બાબતે કડક બની છે અને માસ્ક ના પહેરવા લોકો પાસેથી દંડ પણ વસૂલી રહી છે.

આવામાં ઘણા કિસ્સાઓમાં ઘણા લોકો માસ્ક નથી પહેરતા આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક દંપતી માસ્ક પહેર્યા વગર ગાડીમાં ફરી રહ્યા છે અને જ્યારે પોલીસે તેમને પકડ્યા તો એવા જવાબ આપ્યા જે જાણીને તમે પણ હેરાન રહી જશો.

Image

આ વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જે મહિલા બેઠેલી છે તે પોલીસને પણ ધમકાવી રહી છે અને એમ પણ કહી રહી છે કે હું મારી ઓકાત ઉપર આવી ગઈ તો મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પણ ચણા વેંચતા કરી નાખીશ.

આ ઉપરાંત મહિલા એમ પણ વારંવાર કહી રહી છે પોલીસને કે તમે મારી ગાડીને હાથ કેમ લગાવ્યો, હું મારા પતિને કિસ કરીશ તો તમે શું કરી લેશો. મને રોકીને બતાવો. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Shah Jina