સ્ટ્રીટ આર્ટિસ્ટ પોતાનું ગિટાર વગાડીને બતાવી રહ્યો હતો પોતાની કલા, ત્યારે જ ત્યાં એક પોલીસકર્મીએ આવીને કર્યું એવું કે ગુસ્સે ભરાયા સોશિયલ મીડિયા યુઝર્સ, જુઓ વીડિયો

કનોટ પેલેસમાં ગિટાર વગાડી રહ્યો હતો સ્ટ્રીટ આર્ટિસ્ટ, પોલીસ વાળાએ ભગાડ્યો, વીડિયો જોઈને ભડક્યા મિર્જાપુરના અભિનેતા

આપણા દેશમાં ઘણા બધા એવા લોકો છે જે ખુબ જ ટેલેન્ટેડ છે. પરંતુ તેમની પાસે તેમનું ટેલેન્ટ બતાવવાનો કોઈ મંચ નથી હોતો. જેના કારણે ઘણા લોકો સોશિયલ મીડિયામાં પોતાના ટેલેન્ટના વીડિયો બનવતા હોય છે, તો કોઈ રોડના કિનારે કે કોઈ કોમ્લેક્સમાં બેસીને પોતાનું ટેલેન્ટ બતાવે છે. ત્યારે લોકો પણ આવા ટેલેન્ટેડ વીડિયોને જોઈને તેમની કલાની પ્રસંશા કરતા હોય છે.

પરંતુ હાલ દિલ્હીના કનોટ પેલેસમાંથી એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને લોકોને ગુસ્સો આવી રહ્યો છે. દિલ્હીનું કનોટ પ્લેસ એક એવી જગ્યા છે જ્યાં સ્ટ્રીટ આર્ટિસ્ટ પોતાના કરતબ બતાવતા રહેતા હોય છે. ઘણા બધા કલાકારો અહીંયા આવીને પોતાની કલાનું પ્રદર્શન પણ કરતા હોય છે. ત્યારે આ જગ્યા પર એક ગિટાર વાદક ગિટાર વગાડીને પોતાની કલા બતાવી રહ્યો હતો. ત્યારે જ એક પોલીસકર્મીએ આવીને તેની સાથે ગેરવર્તણૂક કરી.

કનોટ પેલેસમાં એક આર્ટિસ્ટ ગિટાર વગાડી રહ્યો હતો અને લોકો પણ ઉભા રહી તેનું પર્ફોમન્સ જોતા હતા, ત્યારે જ એક પોલીસકર્મી ત્યાં આવે છે અને કહે છે કે ગિટાર વગાડવાનું બંધ કરી દે. તે ગિટાર વગાડી રહેલા કલાકારનો હાથ પકડે છે અને તેને ઉભો કરી દે છે. આ ઉપરાંત ત્યાં એ ગિટાર વાદકની કલા જોવા માટે ઉભેલા લોકોને પણ પોલીસકર્મીએ હટી જવા માટે કહ્યું હતું. ત્યારે હવે આ ઘટનાનો વીડિયો કોઈએ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો.

વીડિયો વાયરલ થયા બાદ લોકોના અલગ અલગ પ્રતિભાવ પણ સામે આવવા લાગ્યા અને લોકો પણ આ ઘટના જોઈને પોલીસકર્મી પર ગુસ્સો વ્યક્ત કરવા લાગ્યા. સામાન્ય લોકો સાથે સેલેબ્સ પણ આ ઘટનાને જોઈને ગુસ્સે થયા. મિર્જાપુરમાં રમાકાન્ત પંડિતનો કિરદાર નિભાવવા વાળા પ્રખ્યાત અભિનેતા રાજેશ તૈલંગે પણ પોલીસકર્મીની આ હરકતને શરમજનક જણાવી. તેમને પોલીસની આ હરકત પર દિલ્હી પોલીસ પર નિશાન પણ સાધ્યું છે.

Niraj Patel