નાગણનો ભયંકર બદલો: 6 મહિના પહેલાં જ બાપની છત્રછાયા ગુમાવનારાં 3 સંતાને માતા પણ ગુમાવી

કાકી અને 7 વર્ષની ભત્રીજીને દંશ માર્યો, બંનેનાં મોત- વિજ્ઞાનના હોંશ ઉડાવે એવી ઘટના- જાણો વિગત

હાલ 21મી સદીમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ઘણા આગળ વધી ગયા છે, ત્યારે કેટલાક એવા પણ છે કે, અંધશ્રદ્ધામાં માનતા હોય છે. પરંતુ હાલ ગાંધીનગરના દહેગામમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે માનવામાં નહિ આવે. દહેગામના મુવાડી ગામમાં નાગણે નાગના મોતનો બદલો લીધો હોય તેવી ઘટના સામે આવી છે.

પ્રતિકાત્મક તસવીર

ઘટનાની વિગત અનુસાર, આ કિસ્સો 10 જૂનનો થે, જેમાં ગલાજીની મુવાડી ગામે રહેતા સુરેખાબેન સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ ઘરની બાજુમાં લાકડા ભેગા કરી રહ્યા હતા. ત્યારે તેમને સાપે ડંખ(દંશ) માર્યો હતો અને તેને પગલે તેમને તરત જ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ગ્રામજનોએ સાપની શોધખોળ કરી હતી પરંતુ તે કયાંય દેખાયો ન હતો.

મૃતકની 7 વર્ષની દીકરી અનુ જયારે ઘર પાસે રમી રહી હતી ત્યારે સાપે તેને પણ ડંખ માર્યો હતો અને તેની તબિયત બગડતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવી પરંતુ તેનો પણ જીવ બચી શક્યો નહિ. જો કે, હવે આ બધા વચ્ચે ત્રણ દિવસ પહેલા મારી નાખવામાં આવેલ નાગનો બદલો લેવા માટે નાગણ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, મૃતકના પતિનું થોડા સમય પહેલા જ મોત થયુ હતુ તે બાદ તે મજૂરી કરી તેમના બાળકોનું ગુજરાન ચલાવતા હતા અને હવે તેમની મોતને પગલે તેમના ત્રણેય બાળકોએ માતા-પિતા વિહોણા થઇ ગયા છે. ગામમાં સાપને કારણે બે લોકોના મોત થયા છે તેને પગલે હવે લોકોમાં રોષ ભરાયો છે. આ નાગણનું ઝેર એટલુ બધુ હતુ કે, થોડા સમયમાં જ કાકી ભત્રીજીના શરીરમાં પ્રસરી ગયુ અને તેમનું મોત થઇ ગયુ.

પ્રતિકાત્મક તસવીર

હાલના દિવસોમાં પડી રહેલ ભારે ગરમીના કારણે ઝેરી જાનવરો નીકળવાના બનાવો વધી ગયા છે. ત્યારે નાગણે દંશ દેવાથી બે વ્યક્તિઓના મોત બાદ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ઝેરી જનાવરો નિકળવાના બનાવોથી ભયભીત બની જવા પામ્યા છે. એક જ પરિવારના બબ્બે વ્યક્તિઓને ભરખી જનાર નાગણને એકત્ર થયેલા સ્થાનિક લોકોએ મકાન આગળના પગથિયા તોડી શોધી કાઢ્યા બાદ મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પ્રતિકાત્મક તસવીર

નાગણના બદલાના કિસ્સાએ લોકોને હચમચાવી નાંખ્યા છે. હાલ સમગ્ર દહેગામમાં આ કિસ્સો ટોકિંગ પોઈન્ટ બન્યો છે. જોકે, કરુણ વાત એ છે કે, ઝેરી નાગણે દંશ દેતાં મોતને ભેટનાર સુરેખાબેન સોલંકીના પતિ પ્રહલાદજી સોલંકીનું છ મહિના પહેલાં મોત નિપજ્યું હતું. ત્યારે હવે માતાની છત્રછાયા ગુમાવનાર ત્રણ સંતાનો એકલા પડી ગયા છે.

પ્રતિકાત્મક તસવીર

હાલ આધુનિક સમયની અંદર આવી ઘટનાઓ ઉપર કોઈ પણ જલ્દી વિશ્વાસ નથી કરતું, પરંતુ આવી ઘટનાઓ સામે આવ્યા બાદ લોકો પણ વિશ્વાસ કરવા ઉપર મજબુર બને છે. ખાસ કરીને ગામડાની અંદર આવી ઘટનાઓ ઘટતી હોય છે અને નાગ નાગણના બદલા વિશેની તેમની માન્યતાઓ પણ સાચી પડતી હોય તેમ લાગે છે.

Shah Jina