આ ખ્યાતનામ અભિનેત્રીએ પોતાનું માથું મૂંડાવી નાખ્યું, કારણ સામે આવ્યું તો ચાહકોની આંખો પણ આંસુઓથી છલકાઈ ગઈ, જુઓ વીડિયો

દરેક વ્યક્તિ કોઈની સાથે લગ્ન કરી અને મૃત્યુ સુધી સાથે રહેવાનું વચન આપે છે, પરંતુ ઘણા ઓછા લોકો હોય છે જે પોતાના જીવનસાથી માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. ક્યારેક કપલની વાતો લોકોના દિલ જીતી લે છે. ઘણીવાર પતિ પત્ની બંને એકબીજા માટે કંઇક એવું કરતા હોય છે જે એક મિસાલ કાયમ કરે છે.

ત્યારે હાલમાં ટીવી એક્ટર સૂરજ થાપરના તેની પત્ની દીપ્તિ ધ્યાની પ્રત્યેના પ્રેમે બધાનું દિલ જીતી લીધું છે. સૂરજ થાપરની પત્નીએ સાચો પ્રેમ અને જીવનસાથી શું છે તે જણાવ્યું  છે. દરેક મહિલા માટે તેના વાળ ખૂબ જ કિંમતી માનવામાં આવે છે. પરંતુ દીપ્તિ ધ્યાનીએ તેના પતિ સૂરજ થાપર માટે પોતાનું માથું મુંડાવ્યુ છે.

જ્યારે સૂરજ થાપર કોરોનાની ઝપેટમાં આવ્યા હતા તે પછી તેમની સ્થિતિ ખૂબ જ નાજુક હોવાનું કહેવામાં આવ્યું, ત્યારે દીપ્તિ ધ્યાનીએ અભિનેતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. સૂરજ થાપર સ્વસ્થ થયા પછી, તે તિરુપતિ બાલાજી ગઇ અને પોતાનું માથું મુંડાવ્યુ. ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતા દીપ્તિએ લખ્યું, ‘તેરે નામ સૂરજ થાપર’.

આ સાથે, બીજી તસવીર શેર કરતી વખતે, તેણે લખ્યું કે, જ્યારે તેમને કોવિડ થયો ત્યારે સૂરજ જી માટે બાલાજી પાસેથી મન્નત માંગી હતી. સૂરજ થાપરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી દીપ્તિની ઘણી તસવીરો પણ શેર કરી છે. આ સાથે તેણે ટ્રાન્સફોર્મેશનનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા તેણે લખ્યું- ‘આ પ્રેમ છે, આ દુનિયામાં તમારા માટે આવું કોઈ કરતું નથી… આ શુદ્ધ પ્રેમ છે.”

દીપ્તિ ધ્યાનીની આ તસવીરો જોયા બાદ ફેન્સ પણ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. એક યુઝરે પોતાનો પ્રતિભાવ આપ્યો અને લખ્યું, “તમે ખૂબ જ મહાન છો મેડમ” જ્યારે બીજાએ લખ્યું, એક મહાન મહિલા, સાચો પ્રેમ, શુદ્ધ હૃદય સાથે, હંમેશા ખુશ રહો. તેવી જ રીતે અન્ય ચાહકો પણ તેમનો પ્રેમ વરસાવતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે દીપ્તિ ધ્યાન પોતે પણ એક જાણીતી ટીવી અભિનેત્રી છે. તેને ચંદ્રગુપ્ત મૌર્યએ માતા કી ચૌકી, કેરી રિશ્તા ખટ્ટા મીઠા જેવા ટીવી શોમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sooraj Thapar (@soorajthapar)

સૂરજ થાપરે પણ એક ઈન્ટરવ્યુમાં આ વિશે ઘણી વાતો કહી છે. તેણે કહ્યું કે, તે પોતાની જાતને ખૂબ નસીબદાર માને છે કે તેને પત્નીના રૂપમાં દીપ્તિ જેવી સારી જીવનસાથી મળી, જે તેના માટે આટલી હદ સુધી જઈ શકે. માનતા વિશે જાણ્યા પછી, સૂરજે કહ્યું, ‘હું લીલાવતી હોસ્પિટલમાંથી ઘરે પાછો આવ્યો હતો જ્યારે તેણે મને તેની પ્રતિજ્ઞા વિશે જાણ કરી. મને આ જાણીને ખૂબ જ આશ્ચર્ય થયું હતું અને વિચારી રહ્યો હતો કે તેણે માથું મુંડાવું પડશે.’ તેણે કહ્યું કે મારી પત્ની માટે મારા વાળ કરતાં મારું જીવન વધુ મહત્ત્વનું છે.”

Niraj Patel