આ વળી નવું કાઢ્યું, ડ્રગસમાં પકડાઈ જાય એટલે સંસ્કારી નારી બનીને NCB ઓફિસ જવાનું, જુઓ તસ્વીરોમાં
બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સિતારાઓ રહ્યા છે જેઓ કોઈને કોઈ બાબતને લીધે NCB ની જાંચમાં ફસાઈ ચુક્યા છે. એવામાં જ્યારથી સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ સામે આવ્યો છે ત્યારથી ઘણા સિતારાઓ આ ઝપેટમાં આવ્યા હતા. એવામાં અમુક સિતારાઓ એવા પણ છે જેમાં અમુકની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે આ વચ્ચે બધાનું ધ્યાન એક વસ્તુ પર વધારે ગયું હતું અને તે છે એનસીબી ઓફિસ પર પહોંચેલી અભિનેત્રીઓના કપડા. બૉલીવુડમાં કદાચ હવે જાંચના સમયે આ નવો ડ્રેસ કોડ બની ગયો છે.

1. ભારતી સિંહ:
સામાન્ય રીતે ભલે અભિનેત્રીઓ ગ્લેમર અવતારમાં દેખાતી હોય પણ એનસીબી જાંચના સમયે આ અભિનેત્રીઓએ સામાન્ય કપડા પહેર્યા હતા.આગળના દિવસોમાં ફેમસ કૉમેડિયન ભારતી સિંહ ડ્રગ્સ એન્ગલમાં પૂછતાછ માટે એનસીબી ઓફિસ પતિ હર્ષ લીંબાચીયા સાથે પહોંચી હતી. હંમેશા સ્ટાઈલિશ દેખાતી ભારતી આ સમયે સામાન્ય સલવાર-સૂટમાં જોવા મળી હતી.

2. સારા અલી ખાન:
સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનનું નામ પણ સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલમાં સામે આવ્યું હતું. એનસીબી ઓફિસ પર પહોંચેલી સારાએ પણ ખુબ જ સામાન્ય સલવાર-સૂટ પહેર્યું હતું અને સુશાંતની બાબતમાં પોતાનું મંતવ્ય દર્જ કરાવ્યું હતું.

3. શ્રદ્ધા કપૂર:
શ્રદ્ધા કપૂરનું નામ પણ આ જાંચમાં આવ્યું હતું અને એનસીબી ઓફિસ પર જતી વખતે તેણે હલકા પીળા રંગનો કુર્તો પહેરી રાખ્યો હતો.

4. રિયા ચક્રવર્તી:
સુશાંત સિંહ રાજપુતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી અનેક વાર અનેસીબી ઓફિસ પૂછતાછ માટે પહોંચી હતી. રિયા દરેક વખતે સામાન્ય સલવાર-સૂટમાં જોવા મળી હતી. ઘણા લોકોએ તેને આવા લુક પર ટ્રોલ પણ કરી હતી. હાલ રિયાને જામીન પર છોડવામાં આવી ચુકી છે.

5. દીપિકા પાદુકોણ:
ડ્રગ્સ એન્ગલમાં દીપિકાનું નામ આવતા જાંચ માટે જતી વખતે તેણે હલકા રંગનો ડ્રેસ-સલવાર પહેર્યો હતો. દીપિકાનો આ લુક તેના રોજના લુક કરતા એકદમ અલગ જ હતો. દીપિકાના આવા લુકને જોઈને દર્શકો હેરાન રહી ગયા હતા.

6. શબાના સઈદ :
આગળના દિવસોમાં ફિરોઝ નાડિયાદવાલાના ઘરમાંથી ઘણા પ્રકારના ડ્રગ્સ જપ્ત થતા એનસીબીએ તેના ઘરે છાપો માર્યો હતો. જેના પછી તેની પત્ની શબાનાને એનસીબી ઓફિસ પૂછતાછ માટે બોલાવવામાં આવી હતી. આ સમયે શબાનાએ પણ સામાન્ય અને હલકા પીળા રંગનો ડ્રેસ પહેરી રાખ્યો હતો.