ફિલ્મી દુનિયા

ડ્રગ્સ કેસ બ્રેકીંગ ન્યુઝ:સારા અલી ખાન ગોવાથી મુંબઈ આવવા રવાના- જાણો વિગત

સુશાંતસિંહ રાજપૂતનાં મોતને લઈને શરૂ થયેલા ડ્રગ્સ રેકેટની તપાસનો દાયરો દરરોજ વધી રહ્યો છે. દરરોજ આ કેસમાં આવા ઘટસ્ફોટ થાય છે કે એવી લાગી રહ્યું છે કે, આખું બોલિવૂડ ડ્રગની લપેટમાં ફસાઈ ગયું છે.એનસીબીએ હવે કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શન્સના ડિરેક્ટર ક્ષિતિજ પ્રસાદને સમન્સ મોકલ્યું છે. ક્ષિતિજ પ્રસાદની શુક્રવારે પૂછપરછ થવાની છે. તેની સાથે શુક્રવારે દીપિકા પાદુકોણ, રકુલપ્રીત સિંહ અને કરિશ્મા પ્રકાશની પણ પૂછપરછ કરવામાં આવશે. એવું કહેવામાં આવે છે કે એનસીબીના રડાર પર ઇન્ડસ્ટ્રીઝની 50 હસ્તીઓ છે. એનસીબીએ ડ્રગના વેપારીઓની પૂછપરછ કર્યા બાદ હસ્તીઓની આ યાદી તૈયાર કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

જયા સાહાની પૂછપરછમાં દીપિકા પાદુકોણ, સિમોન ખંભાતા અને કરિશ્મા પ્રકાશના નામ સામે આવ્યા છે. જ્યારે રિયા ચક્રવર્તીએ પૂછપરછમાં રકુલપ્રીત સિંહ અને સારા અલી ખાનનું નામ આપ્યું હતું. તેમાંથી કરિશ્મા પ્રકાશ દીપિકા પાદુકોણના મેનેજર છે. ગુરૂવારે ફરી એક વાર ટીવી સેલિબ્રિટી સનમ જૌહર અને અબિગૈલ પાંડે એનસીબી ઓફિસ પહોંચ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

એનસીબીના જણાવ્યા અનુસાર, રકુલ પ્રીતના સંપર્ક કરવાના કેટલાક પ્રયત્નો કરવામાં આવ્યા છે. પરંતુ કોઈ જવાબ આવ્યો નથી.એનસીબી હવે રકૂલપ્રીત તરફ કડક વલણ અપનાવી રહી છે. એનસીબીનું કહેવું છે કે એવું લાગી રહ્યું છે કે રકુલ પ્રીત બહાના બનાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ એનસીબી સમન્સ બાદ આજે ગોવાથી મુંબઇ પરત ફરશે. દીપિકાને ચાર્ટર પ્લેનથી આવવાની છૂટ મળી છે. બપોરે 1:30 વાગ્યે મુંબઇથી ગોવા આવવા રવાના થઇ ચુકી છે. દીપિકા પાદુકોણની આવતીકાલે 25 સપ્ટેમ્બરે પુછપરછ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

એનસીબીએ સુશાંત કેસમાં બે એફઆઈઆર નોંધી છે. સુશાંત કેસમાં હજી સુધી એનસીબી રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી અને ડ્રગના વેપારીઓની પુછપરછમાં જે હસ્તીઓનાં નામ સામે આવ્યા છે તેમની સામે તપાસ કરી રહી છે. એનસીબી પાસે હાલમાં 50 બોલીવુડ હસ્તીઓ રડાર પર છે.કહેવા કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેતા, અભિનેત્રીઓ, નિર્દેશકો અને બી-ગ્રેડ ફિલ્મોના નિર્માતાઓ તેમજ ઘણા એ-લિસ્ટરનો સમાવેશ થાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.