પુરુષોના બાથરૂમમાં બૉલીવુડ સ્ટાર દીપિકા ઘુસી ગઈ! પછી અંદર જે થયું તે…
બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ તેની ફિલ્મ ગહેરાઇયાંને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટે ફિલ્મનું જોરદાર પ્રમોશન કર્યુ છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે અનન્યા પાંડે સિદ્ધાંત ચતુર્વેદી પણ જોવા મળશે.આ દરમિયાન, તેના એક પ્રમોશન દરમિયાન એક વાતચીતમાં, દીપિકાએ પોતાના વિશે એક રમુજી ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે એકવાર કોન્સર્ટની વચ્ચે અભિનેત્રીને ટોયલેટ જવું પડ્યું અને મહિલાઓના વોશરૂમની બહાર ખૂબ લાંબી લાઇન હતી, તેથી તે પુરુષોના વોશરૂમમાં ગઈ.
આ દરમિયાન અભિનેત્રી આલિયા ભટ્ટ પણ તેની સાથે હતી. ઈન્ટરવ્યુ દરમિયાન દીપિકાને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તે કોઈ પણ સંજોગોમાં પુરુષોના વૉશરૂમનો ઉપયોગ કરશે. અભિનેત્રીના જવાબ પહેલા શકુને કહ્યું ‘100% દીપિકા આ કરશે’, અનન્યાએ કહ્યું ‘દીપિકા જો સ્વચ્છ હશે તો આ કરી શકે છે’, જ્યારે સિદ્ધાંતે કહ્યું કે ‘ના તે આવું નહીં કરે’. આ પછી અભિનેત્રીએ કહ્યું કે તે આ કરશે, અને તેણે તે કર્યું પણ છે.
ત્યારપછી દીપિકાએ કહ્યું, ‘જ્યારે મેં આ કર્યું ત્યારે શકુન મારી સાથે હતો. બર્લિનમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ ચાલી રહ્યો હતો અને જે ગીત બાકી હતું તેમાં અમને બહુ રસ ન હતો. તે સમયે આલિયા પણ મારી સાથે હતી. તેથી આલિયા અને હું ત્યાંથી બહાર આવ્યા. જ્યારે અમે બાથરૂમમાં પહોંચ્યા તો જોયું કે મહિલાઓના વૉશરૂમની બહાર ઘણી લાંબી લાઇન હતી. આ જોઈને અમે પુરુષોના વૉશરૂમ તરફ દોડ્યા. સ્વચ્છતા તો બિલકુલ ન હતી, પણ અમને એ વાતની પરવા નહોતી. જો મારે બાથરૂમનો ઉપયોગ કરવાની જરૂર હોય, તો પછી બીજું કંઈ વાંધો નથી.