ટીવીના અભિનેતા દીપેશ પંચતત્વમાં થયા વિલિન, આધાતમાં પત્ની, દોઢ વર્ષનો દીકરીના હાલત જોઈને રડી પડશો

‘ભાભીજી ઘર પર હૈ’નાં મલખાન એટલે કે દીપેશ ભાન (Deepesh Bhan)નું ગઈકાલે સેટરડે સવારે અવસાન થયું હતું. ટીવીના ફેમસ અભિનેતાના દુઃખદ નિધનની ખબર સાંભળીને આખી ઇન્ડસ્ટ્રી શોકમાં છે. પરિવાર અને ટીવી ઇન્ડસ્ટ્રીનાં ઘણાં સ્ટાર્સ એક્ટરની અંતિમ વિદાય આપવાં તેનાં ઘરે પહોંચ્યા હતાં. શનિવારે મોડી સાંજે દિવંગત દીપેશ ભાનનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.

જેમાં ‘ભાબીજી ઘર પર હૈ’ના તમામ સ્ટાર્સ પહોંચ્યા હતા. દિપેશ ભાનના અંતિમ સંસ્કારની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં દિવંગત અભિનેતાની પત્ની દુઃખમાં જોવા મળી રહી છે. અભિનેતાના સાથીદારો પણ તેના મૃત્યુથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આ એક્ટરના અંતિમ સંસ્કારમાં પરિવાર તથા સિરિયલના કો-સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. કોઈને વિશ્વાસ નહોતો થતો કે અભિનેતા હવે આ દુનિયામાં નથી.

‘ભાભીજી ઘર પર હૈ’માં મલખાન ને ટીકાની જોડી હતી. ટીકાનો રોલ વૈભવ માથુરે પ્લે કર્યો છે. અંતિમ સંસ્કારમાં વૈભવ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. શોમાં કામ કરતી નેહા પેંડેસે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને ખબર જ નથી પડતી કે તે કેવી રીતે રિએક્ટ કરે.

દીકરાને ખોળામાં ઉચકેલી એક્ટરની પત્નીની હાલત જોઇ કોઇપણ ભાવૂક થઇ જાય. ચારુલ મલિક એક્ટરની પત્નીને સાંત્વના આપતી નજર આવી. તસવીરો જોતા જ ઘણાં ફેન્સ પણ ભાવૂક થયાં અને કમેન્ટ કરી અને દીકરા માટે મજબૂત રહેવાની વાત કરી.

તમને જણાવી દઈએ કે અભિનેતા દીપેશનો દીકરો દોઢ વર્ષનો છે. જે અંગે દિવંગત એક્ટરનાં મિત્રો ઘણા ચિંતિત છે. ભાબીજી ઘર પર હૈનાં તિવારીજી એટલે કે, રોહિતાશ ગૌર પણ દીપેશની અંતિમ વિદાયમાં પહોચ્યા હતાં.નેહા પેંડસેએ પણ ભાબીજી ઘર પર હૈનાં મલખાનને અંતિમ વિદાય આપીચારુલ મલિક અંત સુધી દીપેશનાં પરિવાર સાથે નજર આવી.

આ દરમિયાન દિવંગત એક્ટરનાં પરિવારનું તે ધ્યાન રાખી રહી હતી. દીપેશ ભાનનાં નિધનની ચોકાવનારી ખબરથી તેનાં મિત્રો અને સહ કલાકારો હચમચી ગયા છે. એક્ટરે તેનાં કરિઅરમાં સ્મોલ સ્ક્રિન પર ઘણી સુંદર રોલ નિભાવ્યો છે. દીપેશ ભાનના અંતિમ સંસ્કારમાં પત્નીની આંખના આંસુ સૂકાતા નહોતા તો કો-સ્ટાર્સ પણ રડી પડ્યા હતા.

આ વચ્ચે શોમાં દીપેશની સાથે નજર આવતા એક્ટર આસિફ શેખે દીપેશનાં નિધન અંગે વાત કરી છે. આસિફ મુજબ અભિનેતા સવારે 7 વાગ્યે જિમમાં ગયા હતા પછી ત્યાંથી પરત ફર્યા બાદ તે બિલ્ડિંગનાં કમપાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યા હતા . એક ઓવર રમ્યા બાદ જેમ દીપેશ બોલ ઉઠાવવાં નમ્યો કે તે લથડિયા ખાઇને પડી ગયા પછી તેઓ ઉઠ્યા જ નથી.

તેને ત્વરીત ઘરની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી દીધો હતો. આસિફનું કહેવું છે કે ભાનની આંખમાંથી લોહી નીકળી રહ્યું હતું. જે બ્રેન હેમરેજની નિશાની છે. બાદમાં ડૉક્ટર્સે પણ બ્રેન હેમરેજ જણાવ્યું. એક સમયે ઘટના સ્થળે હાજર લોકોએ માની લીધુ હતું કે દીપેશને હાર્ટ એટેક આવ્યો હતો.

આસિફે વધુમાં કહ્યું છે કે, અભિનેતાએ સવારથી કંઇ જ ખાધુ ન હતું. એવામાં ક્રિકેટ રમતા તે ભાગ્યો અને બ્લડ પ્રેશર શૂટ અપ થવાને કારણે તે પડી ગયો. 40ની ઉંમર બાદ તેમણે તેમનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા જેવું હતું. એક્ટરે એમ પણ જણાવ્યું કે, આ સમયે ‘ભાભીજી ઘર પર હૈ’ની આખી ટીમ દીપેશનાં ઘરે છે. કોઇને વિશ્વાસ નથી થઇ રહ્યો કે, દીપેશ ભાન હવે અમારી વચ્ચે નથી રહ્યો.

આસિફે એમ પણ જણાવ્યું કે, ભાનને બ્લ્ડ પ્રેશરની સમસ્યા હતી. પણ થોડા દિવસ પહેલાં તેણે ચેકઅપ કરાવ્યું હતું. જેમાં બધુ જ નોર્મલ હતું. તેમણે જણાવ્યું કે, ભાન ઘણો જ હાઇપર એક્ટિવ યુવક હતો. તે સેટ પર હમેશાં રીલ્સ બનાવતો રહેતો. મને નથી સમજાતું કે અમે હવે કામ કેવી રીતે કરીશું. આ અમારા બધાની માટે ઘણો જ મુશ્કેલ સમય છે.

YC