કૃષ્ણનો અવતાર?: કમર સુધી હતું પાણી ભરાયેલું, તે છતાં પિતા પોતાના નવજાત બાળકને ટોપલીમાં મૂકી લઇ આવ્યા, લોકોએ કહ્યું, “શ્રી કૃષ્ણનો અવતાર”, જુઓ વીડિયો

ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે અને ઠેર ઠેર ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. દેશના ઘણા વિસ્તારોમાં તો વરસાદના કારણે હાલત પણ ખરાબ થઇ ગઈ છે, ઘણા રહેણાંક વિસ્તારની અંદર પણ પાણી ભરાઈ ગયું છે અને જળબમ્બાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ત્યારે આ બધા વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ખરાબ છે. 32 જિલ્લાઓમાં 55 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ દરમિયાન વધુ 7 લોકોના મોત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહી છે. જેમાં એક પિતાએ તેના માસૂમ બાળકને ટોપલીમાં ભરીને પૂરમાંથી બચાવીને લઇ આવ્યા હતા.

આ મામલો આસામના સિલ્ચરનો છે. આમાં એક પિતાનો વીડિયો વાયરલ થયો છે જેઓ તેના નવજાત બાળક સાથે પૂરથી ભરાયેલો રસ્તો ક્રોસ કરતા જોવા મળ્યા હતા. અનરાધાર વરસાદના કારણે અહીંના રસ્તાઓ તળાવ બની ગયા છે. આ દરમિયાન એક પિતા તેના નવજાત બાળકને સલામત સ્થળે લઈ જવાનો પ્રયાસ કરતા જોવા મળ્યો હતો.

પિતાએ પોતાનું બાળક ટોપલીમાં મૂક્યું અને સાવધાનીથી કમર સુધી ઊંડા પાણી અને ઊંડા રોડને પાર કર્યો. આ કરતી વખતે પિતા તેના બાળકને જોઈને હસી રહ્યા હતા. આ વીડિયો વાસુદેવ તેમના નવજાત ભગવાન કૃષ્ણને ટોપલીમાં સૂવડાવીને તેમના માથા પર લઈ જવા સાથે યમુના નદી પાર કરતા દ્રશ્યની યાદ અપાવે છે.

શશાંક ચક્રવર્તીએ ટ્વિટર પર શેર કરેલા વીડિયોમાં એક વ્યક્તિ કમર-ઊંડા પૂરના પાણીની વચ્ચે એક ટોપલીમાં તેના નવજાત બાળકને લઈને જતો જોવા મળે છે. પરંતુ, જે વાતે લોકોનું ધ્યાન ખેંચ્યું તે તેના બાળકને લઈને જતા વ્યક્તિનું સ્મિત હતું. કેપ્શનમાં લખ્યું છે કે, “સિલચરમાં એક પિતા તેના નવજાત બાળક સાથે પાણી પાર કરી રહ્યા છે તેનો આ વીડિયો મને યાદ અપાવે છે કે વાસુદેવે નવજાત ભગવાન કૃષ્ણને તેના માથા પર લઈને યમુના નદી પાર કરી હતી!”

Niraj Patel