કોરોના માટે હવે વધુ એક દવાને મળી ગઈ મંજૂરી DRDOની આ દવાથી ઓછી પડશે ઓકિસજનની જરૂર

કોરોના વાયરસની બીજી લહેર ખુબ જ ઘાતક બની રહી છે, ત્યારે આ દરમિયાન કોરોનાની ચપેટમાં આવી રહેલા લોકોને ઓક્સિજનની ઉણપ વર્તાઈ રહી છે, હોસ્પિટલોને પણ હાલમાં પૂરતો ઓક્સિજન મળી રહેતો નથી ત્યારે આજે એક રાહતભરી ખબર આવી રહી છે.

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) દ્વારા કોરોનાની સારવાર માટે વધુ એક દવાને આપત્કાલિન સમયમાં વાપરવા માટેની મંજૂરી આપી છે. આ દવા ડીઆરડીઓના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ અલાયડ સાઇઝર્સ (INMAS) અને હૈદરાબાદ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીક્યુલર બાયોલોજી (CCMB)ની સાથે મળીને તૈયાર કરી છે.

આ દવાને અત્યારે 2-deoxy-D-glucose (2-DG) નામ આપવામાં આવ્યું છે અને તેનું મેન્યુફેક્ચરિંગની જવાબદારી હૈદરાબાદ સ્થિત ડૉ. રેડ્ડી લેબોરેટ્રીજ ને આપવામાં આવી છે. આ દવા ક્લિનકલ ટ્રાયલમાં પણ સફળ રહી છે. દાવો કરવામાં આવ્યો છે કે જે દર્દીઓ ઉપર તેનો ટ્રાયલ કરવામાં આવ્યો છે તેમનામાં ઝડપથી રોકવરી જોવા મળી છે.

સાથે જ દર્દીઓની ઓક્સિજન ઉપર નિર્ભરતા પણ કમ થઇ ગઈ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે દવાના ઉપયોગથી દર્દીઓનો કોરોના રિપોર્ટ બાકી દર્દીઓની તુલનામાં જલ્દી નેગેટિવ આવે છે. એટલા કે તે જલ્દી સાજા થઈ રહ્યા છે.

Niraj Patel