પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષ 2008થી ચાલુ છે અને છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. પરંતુ ઘણા વર્ષોથી એક પાત્ર જે દરેકનું પ્રિય છે તે શોમાંથી ગાયબ છે. અમે વાત કરી રહ્યા છીએ દયાબેનની, જેને દિશા વાકાણી નિભાવી રહી છે. નિર્માતાઓએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ દયાબેનને શોમાં પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભલે તે નવી દયાબેન હોય કે જૂની.
‘તારક મહેતા’માં પરત ફરશે દયાબેન
ત્યારે આ દરમિયાન શોનો એક નવો પ્રોમો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જેઠાલાલ દયાબેનના વેલકમની તૈયારી કરતા જોવા મળે છે. શોના લેટેસ્ટ એપિસોડનો એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે, જેમાં જેઠાલાલ દયાબેનના પાછા ફરવાના સમાચાર આપતા જોવા મળે છે. સુંદરે જેઠાલાલને વચન આપ્યું છે કે તે દયાને પાછી લાવશે.
દયાબેનની એન્ટ્રીની તૈયારીઓ શરૂ
જેના કારણે ગોકુલધામ સોસાયટી અને ગડા પરિવારે દયાબેનના વેલકમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે, તારક મહેતાને ચિંતા છે કે આ વખતે પણ દયાબેન પરત આવશે કે નહીં. પ્રોમો રિલીઝ થતાની સાથે જ ફેન્સમાં ખુશી અને ગુસ્સો બંને જોવા મળી રહ્યો છે. ઘણા લોકો મેકર્સને ફરીથી મજાક ન કરવાની ચેતવણી આપતા જોવા મળે છે. એક યુઝરે લખ્યું, જો આ મજાક નીકળશે તો તારક મહેતા જોવાનું બંધ.
લોકોની નવા પ્રોમો પર પ્રતિક્રિયા
અન્ય એક યુઝરે લખ્યું, જો આ વખતે પણ દયા નહીં આવે તો હું શો જોવાનું બંધ કરી દઈશ અને અનફોલો કરી દઇશ. જ્યારે એક અન્ય યુઝરે લખ્યું, આ વખતે પણ 100 ટકા દયા ભાભી નથી આવી રહી. તે ક્યારેય આવશે નહીં. જો કે આ વખતે દયાબેન આવે છે કે કેમ તે જોવું રહ્યું.
View this post on Instagram