આ દિગ્ગજ ક્રિકેટરની સૌથી નાની ચાહકનું થયું નિધન, ભારત અને આફ્રિકાની મેચ પહેલા જ શેર કર્યો દર્દ ભરેલો વીડિયો

કલાકારોની જેમ ક્રિકેટરોનો પણ એક મોટો ચાહક વર્ગ છે, ભારતીય ક્રિકેટરો હંમેશા ચાહકો વચ્ચે છવાયેલા રહેતા હોય છે, તો IPL શરૂ થાય ત્યારે વિદેશી ક્રિકેટરોનું ફેન ફોલોઇંગ ભારતમાં ખુબ જ વધતુ હોય છે. તેમના જીવન સાથે જોડાયેલી બાબતો ઉપર પણ ચાહકોની નજર રહેતી હોય છે. ત્યારે હાલ એક ચોંકાવનારી ખબર સામે આવી છે.

દક્ષિણ આફ્રિકાનો સ્ટાર બેટ્સમેન ડેવિડ મિલર ભારત સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં રમી રહ્યો છે. આ દરમિયાન ડેવિડ મિલર વિશે એક હ્રદય હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. ડેવિડ મિલરના નાના ચાહકનું અવસાન થયું છે. મિલરે આ દુઃખદ ક્ષણને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો દ્વારા ચાહકો સાથે શેર કરી છે.

મિલર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેના એક નાનકડા ચાહકનું દક્ષિણ આફ્રિકામાં અવસાન થયું છે. મિલરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આ અંગે જાણકારી આપી હતી. પહેલા આ નાનકડી ચાહક મિલરની પુત્રી હોવાનું કહેવાતું હતું, પરંતુ પછીથી પુષ્ટિ થઈ કે તે પુત્રી નથી.
ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરતાં મિલરે લખ્યું, “મારી સ્વીટ પ્રિન્સેસને RIP, પ્રેમ હંમેશા રહેશે!”

આ નાનકડા મિલરના ચાહકને કેન્સર હતું. વીડિયોમાં બંનેની ઘણી તસવીરો જોવા મળી રહી છે. તે ક્રિકેટ રમતી પણ જોવા મળે છે. મિલરની આ પોસ્ટ પર વિશ્વના ઘણા ખેલાડીઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. વેસ્ટ ઈન્ડિઝના રાયદ અમૃત અને ભારતના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ પણ કોમેન્ટ કરી છે. બંનેએ શ્રદ્ધાંજલિ આપી છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ડેવિડ મિલર તેના નાના ફેન સાથે જોવા મળી રહ્યો છે. જો કે મિલરના નાનકડા ચાહકના માથા પરના વાળ આ વીડિયોમાંના ઘણા ફોટામાં દેખાતા નથી, પરંતુ મોટાભાગની તસવીરોમાં તે દૃશ્યમાન છે. તે જ સમયે, રિપોર્ટ અનુસાર, મિલરનો આ નાની ચાહક કેન્સર સામે લડી રહી હતી. મિલરે તેના નાના ચાહકની બીમારી અંગે કોઈ નિવેદન કે સંદેશ આપ્યો નથી.

 

View this post on Instagram

 

A post shared by Dave Miller (@davidmillersa12)

મિલરે ભારતના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે T20 શ્રેણીની બીજી મેચમાં 106 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે જ તેણે પ્રથમ વનડેમાં અણનમ 75 રન બનાવ્યા હતા. આફ્રિકન ટીમને T20 શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓએ ODI શ્રેણીમાં પુનરાગમન કર્યું અને પ્રથમ મેચ જીતીને 1-0ની સરસાઈ મેળવી. શ્રેણીની બીજી મેચ રવિવારે રાંચીમાં અને ત્રીજી મેચ મંગળવારે (11 ઓક્ટોબર) દિલ્હીમાં રમાશે. આ ઉપરાંત આઇપીએલમાં તે ગુજરાત ટાઇટન્સ માટે આ વર્ષે રમ્યો હતો.

Niraj Patel