ભારત-પાકિસ્તાનની મેચ ફિક હોવાનો ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ક્રિકેટરે લગાવ્યો આરોપ, ICC પર કર્યા આકરા પ્રહારો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

“ભારતની મેચો હોય છે ફિક્સ”… ICC પર બરાબરનો વરસ્યો ઇંગ્લેન્ડનો આ દિગ્ગજ ક્રિકેટર, લગાવ્યા ગંભીર આરોપો

David Lloyd accused India of match fixing : T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ ગયાનામાં યોજાવા જઈ રહી છે. આ મેચ નક્કી કરશે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ કોણ જીતશે.  ભારતે આ ટુર્નામેન્ટમાં ખુબ જ સારું પ્રદર્શન કર્યું છે અને એકપણ મેચ હાર્યું નથી. ભારતે આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનને પણ હરાવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી દુશ્મનાવટ ચાલી રહી છે. ICC ઈવેન્ટ્સમાં, કાં તો બંને ટીમોને એક જ ગ્રુપમાં રાખવામાં આવે છે અથવા શેડ્યૂલ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે બંને કટ્ટર હરીફો ચોક્કસપણે સામસામે આવે.

હવે ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે આ મામલે ICC પર આરોપ લગાવ્યો છે. ક્રિકેટ ચાહકો વર્ષોથી ડેવિડ લોયડને કોમેન્ટ્રી પર સાંભળતા આવ્યા છે, પરંતુ હવે તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટ એસોસિએશન (આઈસીસી) દ્વારા ભારત-પાક મેચોને અગાઉથી ફિક્સ કરવા પર સવાલ ઉઠાવ્યા છે. ડેવિડ લોયડે પોડકાસ્ટ પર ચર્ચા કરતા કહ્યું “હું આ રીતે કોઈ પણ મેચ ફિક્સ થવાની વિરુદ્ધ છું. અમે ક્રિકેટમાં ફિક્સિંગ પર લંબાણપૂર્વક ચર્ચા કરી શકીએ છીએ, ભારત-પાકિસ્તાનની મેચો અગાઉથી નક્કી કરવામાં આવે છે.”

તેને આગળ કહ્યું કે, “આ મેચ અમુક મોટી ઈવેન્ટ માટે જ ફિક્સ છે. આ મેચ પોતાનામાં એક મોટી ઘટના સમાન છે અને તેથી જ ભારત-પાકિસ્તાનની મેચને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે કે લોકો તેને તમામ સ્થિતિમાં રમતા જોઈ શકે. આ વર્લ્ડ કપમાં પણ તમે આ જ રીતે શેડ્યૂલને ઠીક કરવાનો પ્રયાસ કર્યો છે, જે ખોટું છે.

ડેવિડ લોયડે એમ પણ કહ્યું કે T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતનું શેડ્યૂલ પણ નક્કી કરવામાં આવ્યું છે. ભારતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ ટીમની તમામ ગ્રુપ મેચો એક જ જગ્યાએ રમાઈ હતી અને તમામ મેચો એવી રીતે ફિક્સ કરવામાં આવી હતી કે તે રાત્રે 8 વાગ્યે ભારતમાં ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. ભારત સિવાય અન્ય ટીમોએ ઘણી વખત એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડ્યું અને તેમનો સમય પણ બદલાતો રહ્યો.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel