કરોડો લોકોની મદદ કરનારા રતન ટાટાએ પોતે હવે જનતા પાસે મદદ માટે લંબાવ્યો હાથ, એક યુનિટ બ્લડ શોધી આપવા કહ્યું, જુઓ કોને છે જરૂર ?

આખરે એવું તો શું થયું કે રતન ટાટાને જરૂર પડી 1 યુનિટ લોહીની, શોધી રહ્યા છે રક્તદાતા, જેના માટે જોઈએ છીએ એ જોઈને તો તમે પણ સલામ કરશો…જુઓ પોસ્ટમાં શું કહ્યું

Ratan Tata sought help from the public : રતન ટાટાને આજે કોઈ ઓળખની જરૂર નથી અને એક સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત તે ખુબ  જ મોટા સમાજસેવી પણ છે, તેમને અત્યાર સુધિ કરોડો લોકોની મદદ કરી હશે, પરંતુ હાલ તેમને પણ મદદ માંગી છે. રતન ટાટાનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. હવે તેમણે એક અબોલા જીવ માટે લોકો પાસે મદદ માંગી છે. આ અબોલ જીવ હાલમાં ગંભીર બીમારીથી પીડિત છે. રતન ટાટાએ તેની મદદથી લોકો પાસેથી રક્તદાનની માંગ કરી છે.

આ માટે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે 7 મહિનાના અબોલ માટે મુંબઈના લોકો પાસે મદદ માંગી છે.  આ આબોલ જીવ ગંભીર બીમારીમાંથી પસાર થઈ રહ્યું છે. રતન ટાટાએ જેના માટે મદદ માંગી છે તે આબોલ જીવ 7 મહિનાનો ડોગ છે. આ ડોગ તેમના પશુ દવાખાનામાં દાખલ છે. તેને તાવ અને ગંભીર એનિમિયા છે. આ માટે રતન ટાટાએ બ્લડ ડોનરની માંગણી કરી છે.

રતન ટાટાએ કહ્યું છે કે આ ડોગ માટે તેમને ડોગના લોહીની જરૂર છે. આવી સ્થિતિમાં તેઓ એવા ડોગની શોધમાં છે જે આ ડોગ માટે રક્તદાન કરી શકે. રક્તદાન કરવું એ માનવીના કિસ્સામાં બરાબર છે. રક્તદાન કરવાથી માણસની જેમ ડોગના સ્વાસ્થ્યને અસર થતી નથી અને તે પ્રાણીઓ માટે પણ સારું માનવામાં આવે છે. રતન ટાટાએ પોસ્ટમાં લખ્યું છે કે રક્તદાતા (માત્ર ડોગ) માટે નીચેની શરતો જરૂરી છે.

રક્તદાતા ડોગની ઉંમર 1 થી 8 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ડોગનું વજન 25 કિલો કે તેથી વધુ હોવું જોઈએ. ડોગને સંપૂર્ણ રસી અને કૃમિનાશક હોવા જોઈએ. તાજેતરમાં કોઈ પણ પ્રકારની બીમારી ન હોવી જોઈએ. શરીર પર કોઈપણ પ્રકારના જંતુ કે ચાંચડ ન હોવા જોઈએ. તેને 6 મહિનામાં તાવ આવ્યો હોવો ના જોઈએ.

આ પોસ્ટમાં રતન ટાટાએ મુંબઈના લોકો પાસે ડોગ માટે મદદ માંગી છે. તેમજ પોસ્ટમાં મોબાઈલ નંબર (7021850400) પણ આપવામાં આવ્યો છે. રતન ટાટાની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને યૂઝર્સ તેમના પ્રયાસોની પ્રશંસા કરી રહ્યા છે. આ પોસ્ટ પરની કોમેન્ટ્સ પરથી જાણવા મળ્યું છે કે ઘણા લોકોએ આ નંબર પર ફોન કરીને મદદની ઓફર કરી છે. જો કે, હજુ સુધી તે જાણવા મળ્યું નથી કે તેને કોઈ ડોનર મળ્યો છે કે નહીં.

 

View this post on Instagram

 

A post shared by Ratan Tata (@ratantata)

Niraj Patel