7 દિવસ સુધી ભૂખી તરસી રાખી, આગમાં દઝાડી, લાકડીથી મારી, મોત બાદ શરીરમાં પણ પડ્યા કીડા

ફુલ જેવી દીકરીના શરીરમાં કીડા પડ્યા, ફોલ્લા થયા તો પણ આ જોઈ પિતાનું દિલ ન પિઘળ્યું, આખી ઘટના જાણીને આજે તમારી આત્મા પણ રડી ન પડે તો કેજો

ગીર સોમનાથના તલાલામાં એક માસુમ 14 વર્ષની ફૂલ જેવી દીકરી ધૈર્યાનો તેના જ પિતા અને મોટા બાપુજીએ અંધશ્રદ્ધાના કારણે જીવ લઇ લીધો. આ મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે અને આરોપીએ પોતાનો ગુન્હો પણ કબૂલી લીધો છે. પોલીસ આ મામલામાં વધુ તપાસ કરી રહી છે અને આ ઘટનામાં વધુ આરોપીઓની સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ માહિતી આપી હતી.

પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર ધાવા ગીર ગામમાં રહેતા ભાવેશ અકબરી નામના વ્યક્તિએ તાંત્રિક વિધિના નામે પોતાની જ સગી દીકરીને મારી નાખ્યાની ગામમાં વાત થતા જ પોલીસ અને એલસીબી, એસઓજીની અલગ અલગ ટીમો બનાવીને તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું છે કે આરોપી ભાવેશ સુરતથી નવરાત્રીમાં અનુષ્ઠાન કરવા સુરતથી પોતાના ગામ ધાવા ગીર આવ્યો અને ગામની ચકલીધાર વિસ્યર્ટમાં આવેલી તેની વાડીમાં રહેતો હતો.

આ વાડીના મકાનમાં જ તેણે માતાજીની સ્થાપના કરી હતી. જેના બાદ આઠમા નોરતે 1 ઓક્ટોબરના રોજ દીકરી ધૈર્યાને લાવી તેના જુના કપડાં સળગાવી તેને ભૂતનું વળગાળ છે એમ કહીને માર મારી ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. જે બાદ ધૈર્યાને ખુરશી સાથે બાંધીને શેરડીના ખેતરમાં લઇ જવામાં આવી હતી અને ત્યાં પણ તેને લાકડા અને વાયરથી માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેને 2 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી ભૂખે અને તરસે જ ખુરશીમાં બેસાડી રાખીને ત્રાસ આપવામાં આવ્યો હતો.

આ દરમિયાન ભુખ અને તરસથી પીડાઈ રહેલી ધૈર્યા મોતને ભેટી હતી. જેના કારણે કોઈને આ બાબતની જાણ ના થાય તે માટે લાશને પ્લાસ્ટિકમાં વીંટી ગોદડાં અને બ્લેન્કેટમાં નાખી કારની ડેકીમાં મૂકી દેવામાં આવી હતી. જેના બાદ સગા સંબંધીઓ અને ધૈર્યાની માતાને તેને ચેપી રોગ થયો હોવાનું કહી 8 ઓક્ટોબરની વહેલી સવારે ધાવા ગીર ગામના સ્મશાને લઇ જઈને અંતિમ વિધિ પણ કરી દેવામાં આવી હતી. ધૈર્યાને એ હદ સુધી ત્રાસ આપવામાં આવ્યો હતો કે તેના શરીરે આગના કારણે ફોડલા પડી ગયા હોવા છતાં પણ પિતાને જરા પણ દયા ના આવી.

આ મામલે ગામની અંદર પણ અલગ અલગ વાતો થતી જોવા મળી રહી છે. ઘણા લોકોનું એવું માનવું છે કે છૂપું ધન મેળવવા અને તાંત્રિક વિધિના નામ ઉપર ધૈર્યાની બલી આપવામાં આવી છે. ત્યારે આ મામલે તપાસ કરી રહેલી પોલીસ સુરત પણ પહોંચી હતી અને ત્યાંથી પણ બે લોકોને પકડી તેમની પણ પુછપરછ કરવામાં આવી હતી. આ મામલામાં પોલીસે ઘટના સ્થળ પરથી સળગાવેલા કપડાં, વાળ, લાકડી, વાયર તથા કારના સેમ્પલ સહિત FSL તથા ટેકનિકલ સાત પુરાવાઓ એકત્ર પણ કર્યા છે..

Niraj Patel