100 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ સાસુને વહુએ એટલી બેરહેમીથી મારી કે વીડિયો જોઇ રૂવાંડા ઊભા થઇ જશે

હે ભગવાન, શું કળયુગ આવ્યો છે…!!! કળયુગની વહુએ વૃદ્ધ સાસુને બેરહેમીથી ફટકારી જુઓ

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનું એક મોટુ હબ બની ગયુ છે. અવાર નવાર અનેક વીડિયો સો.મીડિયા પર વાયરલ થતા રહે છે. જેમાંના કેટલાક ફની તો કેટલાક ચોંકાવનારા હોય છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વહુ તેની 100 વર્ષથી વધુ ઉંમરની વૃદ્ધ સાસુને ખરાબ રીતે મારતી જોવા મળી છે. પોલિસ તપાસમાં સામે આવ્યુ છે કે વૃદ્ધ મહિલાનો દીકરો પણ તેને મારતો હતો. વીડિયો વાયરલ થયાના કેટલાક કલાકો બાદ જ પોલિસે વહુને અરેસ્ટ કરી જેલ મોકલી દીધી હતી. ભગવાન બાલી ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખાખખેડામાં રહેતો ઈ-રિક્ષા ચાલક છે.

ભગવાન બાલી પત્ની આરતી ગુપ્તા અને માતા જયરામ દેવી સાથે રહે છે. જે માતાએ પોતાના પુત્રને દિવસ-રાત ઉછેર્યો, આજે તે જ પુત્ર તેની પત્ની સાથે મળીને માતાને બેરહેમીથી મારતો. વૃદ્ધાની વેદના જોઈને પડોશીઓ રહી ન શક્યા અને તેમણે આ કૃત્ય મોબાઈલમાં કેદ કર્યું. વૃદ્ધ મહિલા સાથે કરવામાં આવી રહેલ અમાનવીય વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, પુત્રવધૂએ સાસુને બેરહેમીથી માર માર્યો હતો. પુત્રવધૂ વાળ પકડીને સાસુને મારતી જોવા મળી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ ચકેરી પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે આરતી ગુપ્તાની ધરપકડ કરી હતી.

જે બાદ વધુ એક વીડિયો વાયરલ થયો, જેમાં ભગવાન બાલી પોતાની વૃદ્ધ માતાને મોઢું દબાવીને મારતો જોવા મળ્યો હતા. પોલીસે મોડી રાત્રે ભગવલ બાલીની પણ ધરપકડ કરી હતી. ડીસીપીનું કહેવું છે કે વૃદ્ધ મહિલાને માર મારવા બદલ દંપતી સામે કાર્યવાહી કરવામાં આવી છે.વૃદ્ધ જયરામ દેવીને ચાર પુત્રો છે. વીડિયો વાયરલ થયા બાદ જયરામ દેવીનો ત્રીજો પુત્ર માતાને લેવા પહોંચ્યો હતો. માતાની હાલત જોઈને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પોલીસ જયરામ દેવીને વૃદ્ધાશ્રમમાં મોકલવાની તૈયારી કરી રહી હતી. પરંતુ દીકરાએ તેનો ઇનકાર કર્યો હતો.

જો કે, આરતી અને ભગવાન બાલીના જેલમાં ગયા બાદ તેમના પુત્રો ઘરમાં એકલા હતા, ત્યારે વકીલે તેમને ઢાલ બનાવી જામીન અરજી કરી હતી. આરતીના જામીન પૈકી એક તેની બહેનનો પતિ અને બીજો સંબંધી છે. બંનેએ 50,000 રૂપિયાના જામીન લીધા છે. કોર્ટમાં મેજિસ્ટ્રેટે બંને જામીન લેનારાઓને પણ હાજર કર્યા અને સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે જો આરતી ગુપ્તા દ્વારા ફરીથી આવું કૃત્ય કરવામાં આવશે તો જામીન રદ કરવા સાથે જામીન લેનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જણાવી દઇએ કે, આ વીડિયો યુપીના કાનપુરમાંથી આ હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે.

Shah Jina