સાસુ અને નણંદે ભેગા થઈને વહુને માર્યો બરાબરનો માર… સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા જ મચી ગયો ઉહાપો.. જુઓ

મહિલાઓ પર અત્યાચાર થવાની ઘણી ઘટનાઓ આપણી આસપાસ પણ બનતી હોય છે. સોશિયલ મીડિયા અને સમાચારમાં પણ આવી ઘટનાઓ રોજ જોવા મળે છે. જેમાં પતિ દ્વારા પત્નીને પ્રતાડિત કરવામાં આવી હોય તો ઘણીવાર સાસરિયા દ્વારા પણ વહુ પર ત્રાસ ગુજારવામાં આવતા હોય છે.

હાલ એવો જ એક મામલાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વહુને સાસુ અને નણંદ માર મારતા જોવા મળી રહ્યા છે. આ ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી.જ્યાં એક સાસુએ તેની વહુને માર માર્યો હતો. આ ઘટનામાં મહિલાને તેની દીકરીએ પણ માર માર્યો હતો. હુમલાની આ ઘટનાનો વીડિયો સ્થળ પર હાજર એક વ્યક્તિએ બનાવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સ આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ પુત્રવધૂની મારપીટનો આ મામલો કાનપુરના ચકેરી પોલીસ સ્ટેશનના કોયલા નગર વિસ્તારનો છે. આરોપ છે કે માર માર્યા બાદ પુત્રવધૂને છત પરથી ફેંકી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. લડાઈ દરમિયાન તમામ લોકો ટેરેસ પર હાજર હતા.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પુત્રવધૂને તેની સાસુ અને નણંદ માર મારી રહી છે. જોકે, સ્થળ પર હાજર બાકીના લોકો તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન એક મહિલાએ ખુરશી પણ ફેંકી હતી. વીડિયોમાં સાસુ અને વહુ એકબીજા પર બૂમો પાડતા જોવા મળે છે. નોંધનીય છે કે સાસુ-વહુ અને નણંદ વચ્ચેની લડાઈનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી આ મામલે પોલીસમાં કોઈ ફરિયાદ થઈ નથી.

Niraj Patel