જુવાનજોધ દીકરીને લીવરનું દાન આપ્યું, પપ્પાનો જીવ બચાવ્યો પણ અચાનક એવું થયું કે આખો પરિવાર ઘેરા શોકમાં, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો
ઘણીવાર એવી એવી ઘટના આપણી સામે આવી જાય છે કે સાંભળી અથવા તો વાંચી ઘણીવાર આપણે હેરાન રહી જઇએ છીએ અથવા તો ઘણીવાર આપણી આંખમાંથી આંસુ આવી જાય છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો જેમાં એક દીકરીને પિતાએ લીવરની તકલીફ હોવાને કારણ લીવરનું દાન કર્યુ પણ અફસોસ કે લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ હૃદયની તકલીફ થતાં જુવાનજોધ દીકરીનું મોત નિપજ્યુ. મા-બાપ તેમના સંતાન માટે કંઇ પણ કરી ચૂકતા હોય છે અને જો તેમના સંતાનને કંઈ થાય તો તેમનો જીવ તાળવે ચોંટી જાય છે.
બાળક નાનું હોય કે મોટું તેની બીમારીની ચિંતા હંમેશા માં-બાપને હોય છે. ત્યારે અમરેલીના સોઢા પરિવારની દીકરીને લીવરની તકલીફ હોવાથી તેના પિતાએ તેને લીવર દાન કર્યું પણ કિસ્મત તો જુઓ લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ હૃદયની તકલીફ થતાં તેનું મોત નિપજ્યુ. અમરેલી શહેર ભાજપના પ્રમુખ ભાવેશભાઈ સોઢાની પુત્રી જીનલનું 2 એપ્રિલના રોજ નિધન થયું હતુ અને તેની અમરેલીમાં 4 એપ્રિલના રોજ અંતિમ યાત્રા નીકળી હતી. જીનલે ડેન્ટલ કોર્સ પૂરો કર્યો હતો અને દાંતના ડૉક્ટર તરીકેની ડિગ્રી મેળવી હતી.
તેને લીવરની બીમારી હોવાનું નિદાન થતાં તેના પિતાએ પોતાનું લીવર આપવાની તૈયારી દર્શાવી અને બંને સારવાર માટે મુંબઈ આવ્યા. મુંબઈમાં સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ તેને હૃદયની સમસ્યા થઈ અને તે પ્રાણઘાતક નીવડતા તેનું મોત થયુ હતુ. આ ઉપરાંત એ તો જુઓ કે જે દીકરીને પિતાએ પોતાનું લિવર આપી દીધુ તેને અગ્નિદાહ અપાઈ રહ્યો હતો અને તે જ પિતા મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જો કે, તેમને એ ખબર પણ નહોતી કે તેમની વહાલસોયી દીકરી આ દુનિયામાં હવે નથી રહી. આ ઘટના બાદથી પરિવાર અને અમરેલી જિલ્લામાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.