લગ્ન બાદ બીજા પુરુષો સાથે સંબંધ બનાવી રહી છે ભારતીય મહિલાઓ, આ શહેર બેવફા પત્નીઓનો અડ્ડો છે, જાણો સમગ્ર મામલો
ભારતમાં લગ્ન પછી બીજા પુરુષ કે સ્ત્રી સાથે સંબંધ બાંધવાનું ચલણ દિવસેને દિવસે વધી રહ્યું છે. લગ્ન બાદ પોતાના પતિ અથવા તો પત્ની સિવાય અન્ય પાર્ટનર સાથેના સંબંધોની વાત હવે સામાન્ય બની ગઈ છે. લગ્નજીવનમાં પ્રામાણિકતાનો યુગ હવે વીતેલા યુગ જેવો બની રહ્યો છે. આ અમે નથી કહી રહ્યા પણ એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર અંગેના સર્વેમાં ભારતીય મહિલાઓના આંકડા ચોંકાવનારા છે.
એક્સ્ટ્રા મેરિટલ અફેરના કેસ વધવાનું સૌથી મોટું કારણ ઓનલાઈન ડેટિંગ એપ છે. એક એવું ઓનલાઈન પ્લેટફોર્મ કે જે માત્ર પરણિત લોકો માટે જ બનાવવામાં આવ્યું છે. આ એપ દ્વારા પરિણીત પુરૂષો કે મહિલાઓ પોતાના માટે અન્ય જીવનસાથી શોધી શકે છે. અમે વાત કરી રહ્યા છીએ ફ્રાન્સમાં બનેલી Gleedon એપ વિશે. નવાઈની વાત એ છે કે ભારતમાં પણ તેનો જોરશોરથી ઉપયોગ થઈ રહ્યો છે. આ એપની શોધ માત્ર એક મહિલા જ છે.
2009માં લોન્ચ થયેલી આ એપની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. આ એપ મહિલાઓ માટે ફ્રી છે પરંતુ પુરૂષોને પૈસા ચૂકવવા પડે છે. આ એપ ભારતમાં 2017માં શરૂ થઈ હતી. ત્યારથી, ભારતમાં આ એપ્લિકેશનના વપરાશકર્તાઓની સંખ્યા વધીને 2 મિલિયનથી વધુ એટલે કે 20 લાખથી વધુ થઈ ગઈ છે. ભારતમાં Gleedon એપ્લિકેશનના 34 ટકા વપરાશકર્તાઓ ટાયર-2 અને 3 શહેરોના છે.
આ એપનો ઉપયોગ બેંગ્લોર, મુંબઈ, કોલકાતા, દિલ્હી, જયપુર, ભોપાલ, ઈન્દોર, પુણે, હૈદરાબાદ, ચેન્નાઈ, ગુરુગ્રામ, અમદાવાદ, ચંદીગઢ, લખનઉ, કોચી, નોઈડા, ગુવાહાટી, વિશાખાપટ્ટનમ, નાગપુર, સુરત અને ભુવનેશ્વરમાં વ્યાપકપણે થઈ રહ્યો છે. બીજી તરફ ટીયર-1 શહેરોની વાત કરીએ તો મુંબઈ, બેંગ્લોર, દિલ્હી અને કોલકાતામાં તેના 66 ટકા યુઝર્સ છે. આમાં ટોચનું શહેર બેંગ્લોર છે, જ્યારે મુંબઈ બીજા અને કોલકાતા ત્રીજા નંબરે છે.
અહેવાલ અનુસાર, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેના યુઝર બેઝમાં 11 ટકાનો વધારો થયો છે. ડેટિંગ એપ એ એમ પણ કહ્યું કે Gleedon પરના મોટાભાગના ભારતીય યુઝર્સ ઉચ્ચ આવક જૂથમાંથી છે. એપના ડેટાથી એ પણ બહાર આવ્યું છે કે તેના યુઝર્સ પુરુષ અને સ્ત્રી બંને છે, જેઓ એન્જિનિયર, ઉદ્યોગસાહસિક, સલાહકાર, મેનેજર, ઓફિસર અને ડૉક્ટર જેવા વ્યવસાયો સાથે જોડાયેલા છે. ખાસ વાત એ છે કે કંપનીના યુઝર્સમાં મોટી સંખ્યામાં ગૃહિણીઓ પણ સામેલ છે.