દરભંગા લહેરિયાસરાય થાના ક્ષેત્રના બલભદ્રપુર બ્રહ્મસ્થાન પાસે એક ભાડાના મકાનમાં શનિવારે મોડી સાંજે એક 29 વર્ષિય મહિલાનો મૃતદેહ મળી આવ્યો. રૂમ અંદરથી બંધ હતો એટલે એવી આશંકા લગાવવામાં આવી રહી છે કે, તેણે આત્મહત્યા કરી છે. ઘટનાની સૂચના મળતા જ પોલિસ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. રૂમનો દરવાજો તોડી મૃતદેહને બહાર નીકાળવામાં આવ્યો હતો.
મૃતક કલેક્ટ્રેટના આપદા પ્રબંધન વિભાગમાં પ્રોગ્રામરનું કામ કરતી હતી. તેનું નામ વિશાખા ઉર્ફ નિધિ જણાવવામાં આવી રહ્યુ છે. તે પટનાના કદમકુઆના સબ્જીબાગ નિવાસી સુરેશકુમારની દીકરી હતી. વિશાખા રોજની જેમ શનિવારે પણ સાંજે ડ્યુટી પરથી આવી હતી. તેના લગ્ન ડિસેમ્બર 2020માં રમેશ દત્ત સાથે થયા હતા. તેને દહેજ માટે પ્રતાડિત કરવામાં આવી રહી હતી.

મૃતકના પિતાએ તેમના જમાઇ અને વિશાખા પતિ રમેશ દત્ત, તેના માતા-પિતા અને બહેનને આરોપી જણાવ્યા છે. લહેરિયાસરાય થાનાધ્યક્ષ એચએન સિંહે જણાવ્યુ કે, પિતાના નિવેદન પર પ્રાથમિકી દાખલ કરવામાં આવી છે. આરોપીઓની ધરપકડ કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જલ્દી જ તે બધાની ધરપકડ થશે.