ચાલુ બાઈક પર જીવલેણ સ્ટન્ટ કરીને રોમાન્સ કરી રહ્યું હતું આ કપલ, પાછળથી કોઈએ બનાવ્યો વીડિયો, હવે વાયરલ થતા જ પોલીસે કર્યું આ કામ, જુઓ

બાઈકની ટાંકી પર ઉંધી ફરીને છોકરાને વળગીને બેસી ગઈ છોકરી, છોકરાએ પણ હાઇવે પર ફૂલ સ્પીડમાં ચલાવી બાઈક, રોમાન્સનો વીડિયો વાયરલ થતા જ પોલીસ આવી એક્શન મોડમાં, જુઓ

Dangerous Bike Romance : આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં લોકો ફેમસ થવા માટે અવનવા કાંડ પણ કરતા હોય છે. ઘણા લોકોને તમે રોડ પર અજીબો ગરીબ સ્ટન્ટ કરતા પણ જોયા હશે. તો ઘણીવાર કેટલાક યુવકો યુવતીઓ સાથે ચાલુ બાઇકમાં જ રોમાન્સ કરવા લાગે છે અને પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકતા હોય છે.

હાલ એક એવી જ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કપલનો આ ‘જોખમી રોમાન્સ’ કારમાંથી ફિલ્માવવામાં આવ્યો છે. 1.10 મિનિટના આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી બાઇકની ટાંકી પર બેઠેલી યુવકને ગળે લગાવી રહી છે. જ્યારે છોકરો હાઇવે પર ઝડપથી બાઇક ચલાવી રહ્યો છે.

આ વીડિયોમાં એક વ્યક્તિ એવું કહેતો સંભળાય છે કે તેણે આ સ્ટંટ વાયરલ થવા માટે કર્યો હતો. બાઈક નોઈડા-મેરઠ એક્સપ્રેસ વે પર દોડી રહી છે બાઈક! જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ યુગલ બાઇક પર આવો ‘ડેન્જરસ રોમાન્સ’ કરતા કેમેરામાં કેદ થયો હોય. પોલીસે બાઇકના નંબરના આધારે 21,000 રૂપિયામાં ચલણ આપ્યું, જેના પછી કદાચ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકવાનું બંધ કરશે.

આ ‘ડેન્જરસ રોમાંસ’નો વીડિયો આકાશ નામના યુઝરે 21 જૂને ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. ગાઝિયાબાદ અને યુપી ટ્રાફિક પોલીસને ટેગ કરીને તેણે લખ્યું- ગાઝિયાબાદમાં એક બાઇક સવારનો વીડિયો વાયરલ થયો હતો, જે ઈન્દિરાપુરમના NH9નો હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થયો જેના બાદ પોલીસ હરકતમાં આવી હતી.

Niraj Patel