લગ્નમાં જમણવારની અંદર વાસણો ખાલી થતા જ યુવકોએ કર્યું એવું કામ કે વાયરલ થઇ ગયો વીડિયો, લોકોને પણ જોવાની બરાબરની મોજ પડી ગઈ, જુઓ

જમણવાર બાદ ખાલી થયેલા વાસણો અને ખુરશીઓ સાથે લગ્નમાં આવેલા આ યુવાનોએ કર્યું એવું કામ કે જોઈને તમે પણ રહી જશો હેરાન, વાયરલ થયો વીડિયો

લગ્ન એ ખુબ જ ખુશીનો પ્રસંગ હોય છે અને આ પ્રસંગની અંદર પરિવારના સદસ્યો સાથે જ મહેમાનો પણ ખુબ જ ખુશ ખુશાલ હોય છે. લગ્નમાં ખાસ આકર્ષણ જમણવારનું હોય છે. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે તે રસોડાનો જરૂર છે પરંતુ જમણવારનો નથી. કારણ કે આ વીડિયોમાં રસોડાના વાસણો જરૂર દેખાય છે પરંતુ જમવા માટે નહિ બીજા કામ માટે યુવાનો વાપરતા જોવા મળ્યા છે.

તમે લગ્નમાં ડીજેના તાલ પર ઘણા લોકોને મન ફાવે તેમ નાચતા જોયા હશે. ઘણીવાર તો લોકો એવો હાસ્યાસ્પદ ડાન્સ કરતા હોય છે અને તેના વીડિયો પણ વાયરલ થઇ જતા હોય છે, જો કોઈ લગ્નમાં ડીજે વાળો કોઈનું મનગમતું ગીત ના વગાડે તો બખેડો પણ ઉભો થઇ જતો હોય છે અને લોકો અંદરો અંદર ઝઘડી પણ પડતા હોય છે. પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક લગ્નની અંદર કેટલાક યુવાનો ભોજપુરી ગીત પર અજીબો ગરીબ રીતે ડાન્સ કરી રહ્યા છે. યુવાનોના હાથમાં રસોડામાં ઉપયોગમાં લેવાતા વાસણો છે તો ઘણા યુવાનોએ ખુરશીઓ પણ હાથમાં રાખી છે, આ સામાન લઈને યુવાનો મનફાવે તેમ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ ઘટના કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં શેર કરી દીધી, જેના બાદ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ ગયો અને વાયરલ વીડિયોને જોઈને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરતા જોવા મળ્યા. કેટલાક લોકોને આ વીડિયો હાસ્યાસ્પદ લાગ્યો તો કોઈને વીડિયો જોઈને ગુસ્સો પણ આવી ગયો હતો.

Niraj Patel