મેટ્રોની અંદર છોકરીએ લગાવ્યા એવા જોરદાર ઠુમકા કે તમન્ના ભાટિયા પણ શરમાઇ જાય

એક ગીત જેણે પૂરી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હચમચાવી નાખ્યું છે તે છે ‘આજ કી રાત’…જેમાં તમન્ના ભાટિયા કમાલ ડાન્સ મૂવ્સ બતાવી રહી છે. ઘણા ઇન્ફ્લુએન્સર્સે આ ગીત પર ડાન્સ કરતા તેમના વીડિયો અપલોડ કર્યા છે. એક કંટેંટ ક્રિએટરે પણ આવું જ કર્યુ. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક છોકરી મેટ્રો ટ્રેનમાં મુસાફરોની વચ્ચે આ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

તે તમન્નાના દરેક સ્ટેપને પરફેક્ટ રીતે ફોલો કરી રહી છે.વીડિયોમાં તે મુસાફરોથી પરેશાન કે ડરેલી દેખાતી નથી અને પોતાનો ડાન્સ ચાલુ રાખે છે. વીડિયોમાં કેટલાક મુસાફરો હસતા જોવા મળી રહ્યા છે તો કેટલાક મજાક ઉડાવી રહ્યા છે. કેટલાક લોકો તેને એકવાર જોયા પછી અવગણના કરી રહ્યા છે.

જણાવી દઈએ કે આ ગીત મધુબાંતી બાગચી અને દિવ્યા કુમારે ગાયું છે. આ ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે, જેને સંગીત સચિન-જીગરે આપ્યું છે.આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “પબ્લિક ડિમાન્ડ પર”. આ વીડિયોને 1 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે કન્ટેન્ટ ક્રિએટરના વખાણ કર્યા કારણ કે તે જાહેર સ્થળ પર અદભૂત ડાન્સ કરી રહી હતી.

એક યુઝરે તેના ડાન્સમાં કેટલીક ભૂલો દર્શાવી પરંતુ આટલા લોકોની સામે કોન્ફિટન્લી ડાન્સ કરવા બદલ તેના વખાણ કર્યા. એક યુઝરે આ છોકરી વિરુદ્ધ પોલીસ ફરિયાદની માંગ કરી કારણ કે તેણે જાહેર સ્થળે લોકોને હેરાન કર્યા હતા.

Shah Jina