આ ટ્રાફિક પોલીસકર્મીએ ટ્રાફિક સિગ્નલ ઉપર જ કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે લોકોને યાદ આવી ગયો માઈકલ જેક્શન, જુઓ વીડિયો

ડાન્સનું નામ આવતા જ આપણા મગજમાં એક જ નામ સૌથી પહેલા આવે અને તે છે ડાન્સના રાજા માઈકલ જેક્સનનું. આજે ભલે માઈકલ જેક્સન દુનિયામાં હયાત ના હોય પરંતુ તેની ઘણી યાદ આજે પણ દુનિયાભરમાં ફેલાયેલી છે, ત્યારે હાલ માઈકલ જેક્સનની યાદ અપાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ટ્રાફિક પોલીસકર્મી ટ્રાફિક સિગ્નલ ઉપર જબરદસ્ત ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોમાં એક ટ્રાફિક પોલીસ ઓફિસર ચાર રસ્તા વચ્ચે ગજબનો ડાન્સ કરતો જોઈ શકાય છે. આ અધિકારી ડાન્સ કરતી વખતે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને દિશા-નિર્દેશ આપી રહ્યા છે. તેની પાછળની તરફ તમામ વાહનો રોકાયા છે. સોશિયલ મીડિયામાં આ ડાન્સને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ ટ્રાફિક પોલીસકર્મીના સ્ટેપ્સ માઈકલ જેક્સનના સ્ટેપ્સથી ખૂબ પ્રભાવિત જણાય છે. આ પોલીસકર્મીનો શાનદાર ડાન્સ જોઈને ઘણા યુઝર્સનું પણ મનોરંજન થયું. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે તમે જે પણ કામ કરો છો તે સારી રીતે કરો. ઘણા યુઝર્સ આ વીડિયો પર હળવી મજાક કરતા પણ જોવા મળ્યા હતા. એક યુઝરે કહ્યું કે આ ભારતના માઈકલ જેક્સન છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ વીડિયો ઈન્દોરનો જણાવવામાં આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ લાઈક કરી રહ્યા છે અને ટ્રાફિક પોલીસકર્મીના આ શાનદાર ડાન્સ સ્ટેપના વખાણ પણ કરી રહ્યા છે. વીડિયો પોસ્ટ થયાના થોડા જ સમયમાં તેને હજારો લોકોએ જોઈ લીધો છે.

Niraj Patel