દાહોદમાં ચાર વર્ષ સુધી યુવતી સાથે પરણિત યુવકે બાંધ્યા સંબંધો પછી કહ્યું “તારે મરી જવું હોય તો મરી જા..” યુવતીએ આપી દીધો પોતાની જીવ

વધુ એક આયેશા: ચાર -ચાર વર્ષ સુધી યુવતીને પીંખી અને પછી યુવકે કહ્યું બીજે લગ્ન કરવા હોય તો કરી લે નહી તો મરી જા અને…પછી જે થયું

પ્રેમમાં નિષ્ફળતા મળવાના કારણે ઘણા લોકો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોવાની ઘણી ઘટનાઓ સામે આવે છે, સોશિયલ મીડિયા અને સમાચારમાં રોજ બરોજ એવા કિસ્સાઓ સાંભળીને આપણું પણ હૈયું કંપી ઉઠે. ત્યારે હાલ એવો જ એક કિસ્સો દાહોદમાંથી સામે આવ્યો છે, જ્યાં એક યુવતીએ પ્રેમી દ્વારા લગ્નની ના પાડવાના કારણે પોતાનું જીવન ટૂંકાવી દીધું.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના ગોદીરોડ વિસ્તારમાં આવેલા પીસપાર્કમાં રહેતી 24 વર્ષીય યુવતી ફાતેમા લીમખેડાવાળાને 35 વર્ષીય પરણિત યુવક હુસેન અબ્બાસ શાકિર સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધો હતા. હુસેને આ યુવતીને લગ્નની લાલચ આપીને વારંવાર તેની સાથે સંબંધો પણ બનાવ્યા હતા. અને આખરે તેને લગ્નથી ઇન્કાર કરી દીધો હતો.

આજે સવારે જયારે તે હુસેનને મળવા માટે ગઈ ત્યારે હુસેને તે યુવતીને જણાવ્યું હતું કે તારે મરવું હોય તો મરી જા, બીજે પરણવું હોય તો પરણી જા, પરંતુ હું તારી સાથે લગ્ન નહિ કરું. જેના કારણે યુવતી ઘેર આઘાતમાં આવી ગઈ હતી. અને તેને પોતાના જ ઘરે પરત આવીને પંખા સાથે દુપટ્ટો બાંધીને મોતને વહાલું કરી લીધું હતું.

ફાતેમાના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ ઘટના અંગે દાહોદ ટાઉન પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી અને તેની ધરપકડ કરવા માટેના ચક્રો પણ ગતિમાન કર્યા છે.

Niraj Patel