અધધધ લાખોની મર્સિડિઝમાં પણ ના બચી શક્યો સાયરસનો જીવ, એક્સિડન્ટમાં થયો નવો ખુલાસો, આ નિયમ તોડ્યો

સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતમાં મૃત્યુથી કોર્પોરેટ જગત આઘાતમાં છે. તેમની કાર મુંબઈ-અમદાવાદ હાઈવે પર ડિવાઇડર સાથે અથડાઈ હતી. મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર દિનશા પંડોલે પણ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. સાયરસ મિસ્ત્રી કોઇ જેવી તેવી કારમાં નહોતા, તેઓ મર્સિડીઝ બેન્ચ જીએલસી નામની એસયુવીમાં સવાર હતા. લગભગ 70 લાખ રૂપિયાની આ કાર આરામથી લઈને સલામતી સુધીના તમામ દાવા સાથે આવે છે. પોલીસના જણાવ્યા અનુસાર જહાંગીરનો ભાઈ દારિસ પંડોલે અને તેની પત્ની અનાયતા આગળની સીટ પર બેઠા હતા. અનાહિતા પંડોલે કાર ચલાવી રહી હતી.

બંનેને ગંભીર ઈજાઓ પહોંચી છે પરંતુ તેઓ ખતરાની બહાર છે. સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પાછળની સીટ પર બેઠા હતા અને બંનેએ સીટ બેલ્ટ પણ પહેર્યો નહોતો.જણાવી દઇએ કે, સાયરસ મિસ્ત્રીની કારનો અકસ્માત 4 સપ્ટેમ્બર રવિવારેના રોજ બપોરે લગભગ 2.30 વાગ્યાની આજુબાજુ સૂર્યા નદી પર બનેલા પૂલ પર થયો હતો. પાલઘરમાં ચારોટી ચેક પોસ્ટ પાર કર્યા બાદ તેમની કારે ફક્ત 9 મિનિટમાં 20 કિમીનું અંતર કાપ્યું હતું. પોલિસ અનુસાર, CCTV ફૂટેજમાં તેમની કાર બપોરે લગભગ 2.21ની આજુબાજુ ચોકી પાસે જોવા મળી હતી. જે ચેકપોસ્ટથી 20 કિમી દૂર છે.

આ ઘટના ઘટી ત્યારે ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીની લક્ઝરી કાર અનાહિતા પંડોલે ચલાવી રહ્યા હતા અને તેઓનો અને તેમના પતિ ડેરિયસ પંડોલેનો જીવ બચી ગયો છે. જ્યારે મિસ્ત્રી અને ડેરિયસના ભાઈ જહાંગીર પંડોલેનું મોત થઈ છે. આ દુર્ઘટના મુંબઈથી લગભગ 120 કિમી દૂર ઘટી હતી. જણાવી દઇએ કે, પોલિસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, સાયરસ મિસ્ત્રીને અકસ્માત બાદ હોસ્પિટલ લઇ જવાયા ત્યારે તેમને મૃત જાહેર કરાયા હતા અને જહાંગીર દિનશા પંડોલનું સારવાર દરમિયાન મોત થયું હતુ.

સાયરસ મિસ્ત્રીને માથામાં ઈજા પહોંચી હતી અને અનાહિતા પંડોલેના ભાઈ જહાંગીર દિનશાને પગ અને માથામાં ઈજા થઈ હતી. મોટર વ્હીકલ એક્ટ મુજબ સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે અને સાયરસ અને જહાંગીર કારની પાછળની સીટ પર બેઠા હતા પરંતુ તે બંનેમાંથી કોઈએ સીટ બેલ્ટ પહેર્યો નહતો. આ ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આગળની સીટ પર બેઠેલા બંને લોકોના જીવ એરબેગના કારણે બચી ગયા હતા.

આ અકસ્માતને કારણે મર્સિડિઝ કારની હાલત તો જોવા જેવી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનું એન્જીન પૈડા પાછળ જતું રહ્યું હતું. જો કે, નજીકમાં કોઈ સીસીટીવી નહોતા તેથી પોલીસ પાસે અકસ્માતના કોઈ ફૂટેજ નથી. જોકે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે અકસ્માતની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.

Shah Jina