તોફાન તાઉ-તે : આ વીડિયો અને તસવીરોમાં જોઈ લો મુંબઈમાં તાઉ-તે આપી આ રીટર્ન ગિફ્ટ

ચક્રવાત તાઉ તે તો જતુ રહ્યુ પરંતુ મુંબઇની તસવીર બદલાઇ ગઇ છે. ઠેર ઠેર રસ્તાઓ પર તૂટેલા ઝાડ છે, સમુદ્ર કિનારે તો ઘણો કચરો પણ છે.નગર નિગમ કર્મચારી સફાઇના કામમાં જોડાયેલા છે. તાઉ તે એ તો ઘણુ નુકશાન માયા નગરીને પહોંચાડ્યુ છે.

તમને જણાવી દઇએ કે, મોસમ વિભાગના વિશેષયજ્ઞોનું કહેવુ છે કે, 130 વર્ષમાં પહેલીવાર મુંબઇમાં આટલી ઝડપી હવાઓ ચાલી હતી. હવે તો તોફાન ચાલ્યુ ગયુ છે અને જીવન પણ ધીરે ધીરે સામાન્ય થઇ રહ્યુ છે.

પરંતુ મુંબઇની તસવીરો જે વાયરલ થઇ રહી છે. જેને જોઇને કેટલાક લોકોનું કહેવુ છે કે પ્રકૃતિએ આપણો કચરો આપણને રિટર્ન ગિફ્ટ તરીકે પાછો આપ્યો છે.

તમને જણાવી દઇએ કે, તોફાનને કારણે પૂરા ઉત્તર ભારતમાં મૌસમ પર અસર પડી છે. દિલ્લી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં મંગળવારથી જ વાદળો છવાઇ ગયા છે. ઘણા વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે.

ચક્રવાતી તોફાન તાઉ તેએ છેલ્લા દિવસે મહારાષ્ટ્રમાં ઘણી અસર દેખાડી. તોફાનને કારણે ઘણી તૈયારીઓ કરવી પડી હતી જેને કારણે નુકશાનથી કેટલીક હદ સુધી કાબૂમાં લેવાઇ.

તોફાનને કારણે મુંબઇમાં ખાર વિસ્તારમાં હોર્ડિંગ્સ પડ્યા, કેટલીક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યાઓ થઇ અને સબ વેમાં પાણી ભરાવવાને કારણે લાંબુ જામ પણ લાગી ગયુ.

તોફાનના ખતરાને કારણે મુંબઇ એરપોર્ટને બંધ કરવામાં આવ્યુ હતુ. મોનોરેલ પણ બંધ કરવામાં આવી હતી. તોફાન વચ્ચે NDRFની ટીમ સતત ખડા પગે રહી હતી.

Shah Jina