સાઇકલ ચલાવી આ છોકરો જઇ રહ્યો છે ભારથી ઓસ્ટ્રેલિયા, વીડિયો જોઇ લોકો કરી રહ્યા છે છોકરાની હિંમતને સલામ

આ ગામનો છોકરો સાઇકલ ચલાવી ભારતથી જઇ રહ્યો છે ઓસ્ટ્રેલિયા, વીડિયો જોઇ લોકોએ જઝ્બાને કર્યો સલામ

રાજસ્થાનના રહેવાસી જેરી ચૌધરીએ સાઇકલ પર ઘણા દેશોની યાત્રા કરી છે. સોશિયલ મીડિયા પર તેની એક અલગ ઓળખ છે, લાખો લોકો તેને ફોલો કરે છે. હાલમાં તે સાઈકલ દ્વારા ભારતથી ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છે. તે તેના ફેન્સ અને ઈન્ટરનેટ યુઝર્સ સાથે તેની રોમાંચક મુસાફરીના અપડેટ્સ પણ શેર કરતો રહે છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર તેની સફરનો એક વીડિયો શેર કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયો તેની ભારતથી ઓસ્ટ્રેલિયાની યાત્રા દરમિયાનનો છે જ્યારે તે વિયેતનામ પહોંચવાનો હતો અને તે એક પુલ પર ઉભો જોવા મળે છે. તે આ પુલ વિશે જણાવી રહ્યો છે. તે કહે છે કે પુલની નીચેથી વિશાળ ‘મેકોંગ’ નદી વહી રહી છે. તે સમજાવે છે કે ‘મેકોંગ’ નદી વિશ્વની મહાન નદીઓમાંની એક છે. તે ચીન, મ્યાનમાર, થાઈલેન્ડ, લાઓ પીડીઆર, કંબોડિયા અને વિયેતનામમાંથી વહે છે.

લોકો જેરીના આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે અને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ ઉપરાંત તેની હિંમતને પણ સલામ કરી રહ્યા છે અને તેને ખૂબ બહાદુર કહી રહ્યા છે. જણાવી દઈએ કે જેરી જે દેશોમાંથી પસાર થાય છે ત્યાંની સંસ્કૃતિ અને પ્રાકૃતિક સુંદરતા વિશે લોકોને ચોક્કસપણે જણાવે છે. જેરી ચૌધરી 5 દેશોની સાયકલ યાત્રા પર નીકળી ચૂક્યા છે. આ પ્રવાસ દ્વારા તે લોકોને ફિટ રહેવા અને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી રહ્યો છે.

આ પહેલા તે સાઈકલ પર કાશ્મીરથી કન્યાકુમારી સુધી ગયો હતો. ઝુંઝુનુના બુડાનિયા ગામનો રહેવાસી જેરીએ સાઈકલ પર કાશ્મીરથી કન્યાકુમારી સુધીની યાત્રા પૂર્ણ કરી હતી. તેણે 3 નવેમ્બર 2021ના રોજ કાશ્મીરના લાલ ચોકથી યાત્રા શરૂ કરી હતી અને લગભગ ચાર હજાર કિલોમીટરની મુસાફરી કરીને 5 જાન્યુઆરી 2022ના રોજ કન્યાકુમારી પહોંચ્યો હતો.

Shah Jina