ગુજરાતમાં લોકડાઉનની અફવા ફેલાવવી આ વેપારીને પડી ગઈ ભારે, પત્ર વાયરલ કર્યા બાદ આ રીતે ઝડપાયો

સમગ્ર દુનિયાની અંદર કોરોના સંક્ર્મણ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનો કહેર દિવસેને દિવસે વધવા લાગ્યો છે. ત્યારે આવા સમયમાં કેટલાક લોકો મઝાક ખાતર સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવતા હોય છે.

થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ થયો હતો, જેની અંદર ગુજરાતના કેટલાક મુખ્ય શહેરોમાં લોકડાઉન કરવાની વાત કરવામાં આવી હતી. આ પત્ર વાયરલ થવાની સાથે જ લોકોમાં પણ ભયનો માહોલ  જોવા મળ્યો હતો.

આ પત્ર વાયરલ થયા બાદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે આવો કોઈ પત્ર બહાર પાડવામાં નથી આવ્યો અને આ માત્ર એક અફવા જ છે. સરકાર દ્વારા કોઈ લોકડાઉન કરવામાં નહીં આવે. ત્યારે આ બાબતે સાયબર ક્રાઇમ દ્વારા ગુન્હો નોંધીને આવો ખોટો પત્ર વાયરલ કરનાર  શોધખોળ શરૂ કરી હતી.

સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આવો ખોટો પત્ર વાયરલ કરનાર સુરતના દિપજ્યોત સોસાયટી પોસ્ટ ઓફિસ પાસે ભેસ્તાનમાં રહેતા 48 વર્ષીય કાપડના વેપારી આનંદ ગીરજાશંકર શુકલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

View this post on Instagram

 

A post shared by SuratCityPolice (@suratcitypolice)


આવી અફવાઓ વધુ ના ફેલાય અને લોકોમાં ભયનો માહોલ ના જન્મે તે માટે સાયબર સેલ દ્વારા સોશિયલ મીડીયા ઉપર સતત વોચ રાખવામાં આવતી હોય છે જે આવા મેસેજ બનાવશે તથા આવા મેસેજ ખરાઈ કર્યા વગર કોઈપણ સોશિયલ મીડીયા ઉપર ફોરવર્ડ કરશે તેની વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.

Niraj Patel