આ ભારતીય યુવક થાઈલેન્ડમાં ગયો વાળ કપાવવા, આવી એક રૂપસુંદરી જેવી છોકરી અસ્ત્રો લઈને વાળ કાપવા, પછી થયું એવું કે વીડિયો પેટ પકડીને હસાવશે.. જુઓ

કેવો રહ્યો થાઈલેન્ડમાં રૂપાળી છોકરીના હાથથી દાઢી કરાવવાનો આ ભારતીય યુવકનો અનુભવ, વીડિયો જોઈને ખુશ થઇ જશો.. જુઓ

ઇન્ટરનેટ પર રોજ અઢળક વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર લોકો કેટલીક એવી વસ્તુઓ પોતાના કેમેરામાં કેદ કરી લેતા હોય છે જેને જોવાની ખુબ જ મજા આવતી હોય છે. ઘણીવાર વાળ કાપવાની દુકાનમાંથી પણ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલ એક યુવક વાળ કપાવવા માટે છેક થાઈલેન્ડ ગયો હતો અને તેણે પોતાનો વીડિયો બનાવીને શેર પણ કર્યો.

ઇન્ટરનેટ પર આ વીડિયોને RB Paras નામની ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે, જેમાં એક ભારતીય યુવક થાઈલેન્ડમાં વાળ કપાવવા માટે જાય છે અને ત્યાં એક સુંદર છોકરી તેના વાળ કાપતી જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં એક છોકરો આવે છે અને તેના વાળને બરાબર સેટ કરે છે અને પછી વાળ પણ કાપે છે.

બ્લોગર વીડિયોમાં કહે છે કે તમને એમ લાગતું હશે કે મેં પૈસા છોકરી પાસે વાળ કપાવવાના આપ્યા છે અને છોકરો વાળ કાપી રહ્યો છે પરંતુ હજુ તો બ્લોગ સ્ટાર્ટ થયો છે. જેના બાદ તે કહે છે કે વાળ છોકરાઓ સારા કાપે છે, છોકરીઓ નથી કાપી શકતી પણ બિયર્ડ તે બહુ જ મસ્ત સેટ કરે છે અને પછી તે છોકરીઓ જે દુકાનમાં બિયર્ડ સેટ કરે છે તે દુકાનમાં જવા માટે નીકળી જાય છે.

જેના બાદ યુટ્યુબર છોકરી જે દુકાનમાં હેરકટ કરે છે ત્યાં તે પહોંચે છે અને પછી બિયર્ડ સેટ કરાવે છે. આ છોકરી પણ ખુબ જ સુંદર હોય છે અને બ્લોગર તેના ખુબ જ વખાણ પણ કરતો જોવા મળે છે. આ ઉપરાંત તે યુવતીને બિયર્ડ કર્યા બાદ કોફી પીવા માટે પણ આમંત્રિત કરે છે. સોશિયલ મીડિયામાં હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ™ (@sarcastictube)

સોશિયલ મીડિયામાં આ વીડિયોને જોઈને લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. વીડિયોમાં વાળ કાપવા વાળી છોકરી પણ ખુબ જ સુંદર દેખાય છે, યુઝર્સ તેની સુંદરતાની પણ પ્રસંશા કરતા જોવા મળી રહ્યા છે. યુવતી પણ ગ્રાહક સાથે ખુબ જ ફ્રેન્ડલી અંદાજમાં વાતો કરતા પણ જોવા મળે છે.

Niraj Patel