હાથીના બચ્ચાને ચઢી મસ્તી, પછી એને જે કર્યું તે વીડિયોમાં જોઈને તમે પણ ખુશ થઇ જશો, જુઓ મજાનો વીડિયો

સોશિયલ મીડિયાની અંદર ઘણા વીડિયો એવા હોય છે જે ખુબ જ વાયરલ થાય છે. હાલમાં એક હાથીના નાના બચ્ચાનો એક એવો જ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ખુબ જ મસ્તીએ ચઢેલું જોવા મળી રહ્યું છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયોને ગન્નુપ્રેમ નામના એક ટ્વીટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયોને 3 લાખ કરતા પણ વધારે લોકોએ નિહાળ્યો છે. આ વીડિયોમાં નાના ગન્નુનો અંદાજ દિલ જીતનાર છે.

નાના બચ્ચાઓ હંમેશા મસ્તીના મૂડમાં હોય છે, એ ભલે માણસના હોય કે પછી કોઈ પ્રાણીના. પરંતુ જો એકવાર તે મસ્તીએ લાગી જાય તો પછી તે ખુબ જ ક્યૂટ લાગતા હોય છે. આવું જ એક બચ્ચું ગન્નુ પણ છે જે મસ્તીએ ચઢેલું જોવા મળી રહ્યું છે.

ટ્વીટર ઉપર આ વીડિયો 8 એપ્રિલના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે કે, “પ્રેમાળ ગન્નુ, હ્યુમન સાથે રમવા માંગે છે. પરંતુ તે કામમાં વ્યસ્ત છે. કોણ જીતશે ?”

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હાથીનું બચ્ચું એટલે કે ગન્નુને મસ્તી કરવાનું મન થયું છે અને તે એક વ્યક્તિની પાછળ પડી જાય છે, પરંતુ એ વ્યક્તિ કામમાં વ્યસ્ત છે. જેથી તે પોતાનું કામ કરી રહ્યો છે, પરંતુ ગન્નુને તો મસ્તી જ કરવી છે અને તે ગમે તેમ કરીને તે વ્યક્તિ સાથે મસ્તી કરવા જ લાગે છે.


હવે આ વીડિયોનો એક બીજો પાર્ટ પણ છે જેને ટ્વિટર યુઝર્સ અલીશા સાઈ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ બીજો ભાગ પોસ્ટ કરવાની સાથે તેને લખ્યું છે. “બીજો ભાગ ખુબ જ પ્રેમાળ છે.” બીજા ભાગમાં જોવા મળી રહ્યું છે કે આખરે નન્નું જીતી જાય છે અને તે વ્યક્તિને કામ બંધ કરાવી તેની સાથે મસ્તી કરવા રાજી કરી લે છે.

Niraj Patel