19 નવેમ્બર રવિવારે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ હતી, આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી 6ઠ્ઠી વખત ટાઇટલ પોતાના નામે કર્યુ. ત્યારે ટ્રોફી જીત્યા બાદ આજે ઓસ્ટ્રેલિયાની ટીમનો કેપ્ટન પેટ કમિન્સ વર્લ્ડ કપ ટ્રોફી સાથે સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ ફૂટ ઓવરબ્રિજ ખાતે ફોટોશૂટ કરાવવા માટે પહોંચ્યો હતો.
ઓસ્ટ્રેલિયન કેપ્ટને ફોટોશૂટ કરાવ્યું
આ દરમિયાન તેણે રિવર ક્રૂઝની પણ મુલાકાત લીધી હતી અને એક કલાક જેટલો સમય પણ વિતાવ્યો હતો. રિવર ક્રૂઝ પરથી સાબરમતી નદી અને અટલ ફૂટ ઓવરબ્રિજનો નજારો જોતા જ પેટ કમિન્સ બોલી ઉઠ્યો કે વન્ડરફૂલ પ્લેસ, આ સાથે તેણે ગુજરાતી નાસ્તો એવા ખમણ-ઢોકળાનો પણ ચટાકો લીધો હતો.
રિવર ક્રૂઝની લીધી મુલાકાત
જણાવી દઇએ કે, સિડનીમાં હાર્બર બ્રિજ છે, ત્યારે અટલ બ્રિજ જોઇ પેટ કમિન્સને સિડનીની યાદ આવી ગઈ હતી. પેટ કમિન્સ અને અન્ય બે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ICCના અધિકારીઓ સાથે સવારે 11 વાગ્યા આસપાસ સાબરમતી રિવર ક્રૂઝ પહોંચ્યા હતા અને આ દરમિયાન ક્રૂઝ પર તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

ખમણ-ઢોકળાનો લીધો ચટાકો
કેપ્ટન અને તેમના સાથીઓએ ગુજરાતી નાસ્તાનો આનંદ માણ્યો હતો.પેટ કમિન્સ ફોટશૂટ માટે અટલબ્રિજ અને રિવરફ્રન્ટ પર આવવાના હોવાથી સવારથી જ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
બપોરનું ભોજન કલ્હાર બ્લુસ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબમાં લેશે
ત્યારે હવે ઓસ્ટ્રેલિયા ટીમ બપોરનું ભોજન કલ્હાર બ્લુસ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબમાં લેશે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલની મેચ પહેલા એટલે કે શનિવારે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન અડાલજની વાવ પહોંચ્યા હતા અને વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યુ હતુ.
View this post on Instagram