CRPF જવાને 18 કલાક સુધી પત્ની અને બાળકને બંધક બનાવ્યો, બાદમાં પોતાને ગોળીથી ઉડાવી દીધો – ચોંકાવનારુ કારણ આવ્યું બહાર 

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલમાં CRPF જવાન નરેશ જાટના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જે ઘણો ચર્ચામાં છે. જોધપુરના CRPF ટ્રેનિંગ સેન્ટરમાં રવિવારે સાંજે 5:00 વાગ્યાથી પત્ની અને બાળક સાથે ઘરમાં બંધ નરેશ જાટ વચ્ચે-વચ્ચે હવામાં ગોળીબાર કરતો હતો. નરેશ જાટે આત્મસમર્પણની શરત મૂકી, ત્યારબાદ આઈજી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લગભગ 18 કલાક બાદ CRPF જવાન નરેશ જાટે પોતાને ગોળી મારી દીધી. તેણે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો, તે સમયે તેની પત્ની અને 6 વર્ષની બાળકી પણ ઘરમાં હતી. આ પછી જવાન લાઇટ મશીનગન સાથે ગેલેરીમાં આવ્યો અને હવામાં ફાયરિંગ શરૂ કર્યું.

પોલીસકર્મીઓએ બુલેટપ્રૂફ જેકેટ પહેરીને પસાર થવાનો પ્રયાસ કર્યો, પરંતુ એલએમજીની સામે કોઈની હિંમત ન થઈ. આવી સ્થિતિમાં પોલીસે લાઉડ સ્પીકરથી જ જાહેરાત કરીને જવાનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. બુલેટપ્રૂફ જેકેટ પહેરેલા કમાન્ડો પણ જવાન નરેશ જાટ સુધી પહોંચી શક્યા ન હતા. સીઆરપીએફ ટ્રેનિંગ સેન્ટરમાં નરેશ જાટ સાથે સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ જવાન એક પણ વાત માનવા તૈયાર ન હતા. જવાનના પિતા, સંબંધીઓ અને મિત્રોએ પણ સમજાવવાની કોશિશ કરી પરંતુ જવાનની અંદર એટલો ગુસ્સો હતો કે તે કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો.

CRPFના ટ્રેનિંગ સેન્ટરમાં 18 કલાકથી વધુ સમય સુધી જવાનનો હાઈપ્રોફાઈલ ડ્રામા ચાલુ રહ્યો, અંતે જવાને આત્મસમર્પણ કરવાના બદલે પોતાનો જીવ આપી લીધો. તેણે પોતાની બંદૂક વડે આત્મહત્યા કરી. જવાન પાસે લાઇટ મશીનગન હતી. નરેશે આ મશીનગનથી હવામાં અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.જોધપુર પોલીસ કમિશ્નરે જણાવ્યું કે જવાન નરેશ જાટ પહેલેથી જ નારાજ હતો. આ અંગે અગાઉ પણ ફરિયાદો ઉઠી હતી પરંતુ કોઇ કાર્યવાહી થઇ ન હતી. જે પણ તેની પાસે જવાની કોશિશ કરતુ તે તેના પર હુમલો કરવાનો પ્રયાસ કરતો હતો. અંતે, શરણાગતિના 18 કલાક પછી જવાન નરેશ જાટે પોતાને ગોળી મારી દીધી. જે બાદ એફએસએલની ટીમને બોલાવવામાં આવી. જવાનની પત્નીની હાલત ખરાબ છે.

અહેવાલો અનુસાર, નરેશ જાટ અધિકારી અને તંત્રથી નારાજ હતો. રજા ન મળવાને કારણે તે ખૂબ ગુસ્સે હતો. જોધપુરના સેન્ટ્રલ સિક્યોરિટી રિઝર્વ ફોર્સ ટ્રેનિંગ સેન્ટરમાં આત્મહત્યા કરનાર નરેશના પિતા આખી રાત તેને સમજાવવાના પ્રયાસ કરતા રહ્યા. નરેશના પિતા મોડી રાત્રે સીઆરપીએફ ટ્રેનિંગ કેમ્પ પહોંચ્યા હતા. આખી રાત ચાલેલી આ ઘટના બાદ સોમવારે સવારે નરેશે પોતાના ગળા પર મશીનગન મૂકી ટ્રિગર દબાવ્યું જેને કારણે તેનું ત્યાં જ મોત થયુ હતુ. મંગળવારે એટલે કે આજે CRPF તરફથી રાજ્ય સન્માન સાથે વિદાય આપ્યા બાદ મૃતદેહને તેમના વતન ગામ રાજોલા પાલી મોકલવામાં આવશે. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, આત્મહત્યા પાછળનું કારણ સ્પષ્ટ કહી શકાય નહીં. તે ઘરેલું મુશ્કેલીમાં હતો કે પછી તે સત્તાવાર રીતે અસ્વસ્થ હતો, તેના વિશે કંઈપણ કહેવું હાલ વહેલું હશે.

Shah Jina