આખરે એવું તો શું બન્યું CRPF જવાન સાથે કે તેને સવારના પહોરમાં પોતાના ચાર સાથીઓને ગોળી મારી દીધી ? 3 જવાનો પણ ઘાયલ

ગત સોમવારના રોજ છત્તીસગઢના સુકમા સ્થિત સીઆરપીએફ કેમ્પમાં સવારે CRPFના એક જવાને પોતાના ચાર સાથીઓ ઉપર ફાયરિંગ કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ખૂની સંઘર્ષનો આરોપી જવાન રિતેશ રંજન જહાંનાબાદ જિલ્લાના ઘોસિ પોલીસ સ્ટેશન વિસ્તારના વૈના ગામનો રહેવાસી હતો. જયારે આરોપી જવાનના ગામમાં આ જાણકરી પહોંચી તો લોકો પણ હક્કા બક્કા રહી ગયા હતા. ગામની અંદર સોમવારથી જ સન્નાટો પ્રસરેલો છે.

આ ઘટના ઉપર સીઆરપીએફ દ્વારા સોમવારે કહેવામાં આવ્યું કે સોમવારે ચાર સાથિયોની ગોળી મારી અને હત્યા કરી નાખી અને ત્રણ અન્ય જવાનોને ઘાયલ કરી નાખનાર જવાન કથિત રીતે તણાવમાંથી પસાર થઇ રહ્યો હતો. જેના કારણે અચાનક તેને માનસિક સંતુલન ખોઈ નાખ્યું. જવાને એકે 47 રાઇફલથી ગોળીઓ ચલાવી અને ચાર જવાનોના મોત થઇ ગયા જયારે અન્ય ત્રણ જવાન ઘાયલ થઇ ગયા હતા.

તો અધિકારીઓ અને જવાનોએ ઘટના સ્થળે પહોંચીને આરોપી જવાનને કોઈપણ રીતે કાબુમાં કર્યો. સીઆરપીએફ પ્રવક્તાએ જણાવ્યું કે સ્થાનિક પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને પછી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સીઆરપીએફ દ્વારા ઘટનાના કારણની શોધ કરવા અને ઉપચારાત્મક ઉપાય સૂચવવા તપાસ માટે આદેશ આપ્યા છે.

તેમને જણાવ્યું કે પહેલી નજરે લાગી રહ્યું છે કે કોઈ તણાવના કારણે રિતેશ રંજને અચાનક મનોવૈજ્ઞાનિક સંતુલન ખોઈ નાખ્યું અને ગુસ્સામાં આવીને પોતાના સહકર્મીઓ ઉપર ગોળીઓ ચલાવી દીધી.  આ ઉપરાંત તેમને જણાવ્યું કે સીઆરપીએફના ડીઆઈજી, 50 બટાલિયનના કમાનડેન્ટ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર છે.

આ ઘટનાને લઈને જયારે પત્રકારોની ટીમ આરોપી જવાનના ગામ બૈના પહોંચી ત્યારે ગામના લોકોએ જાણકારી આપવાની ના પાડી દીધી. આરોપી રિતેશ રંજનના પિતાને હજુ સુધી ઘટનાની જાણકારી નહોતી. તેના પરિવારના બાકી સદસ્યોએ પણ ઘટનાની જાણકારી ના હોવાની વાત કહી. જવાનની પત્ની તેના પિયરમાં રહે છે, તેને પણ આ ઘટના વિશે વાત કરવાથી ઇન્કાર કરી દીધો હતો.

આ સાથે જ આરોપી જવાનની પુછપરછ દરમિયાનનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એક અધિકારી દ્વારા પુછપરછ કરતા પોતાનો ગુન્હો કબૂલ કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયો પ્રમાણે જવાને કહ્યું કે તેના સાથી જવાનોએ તેની પત્નીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી લીધું હતું, તેને એમ પણ કહ્યું કે તે લોકો તેની પત્ની સાથે તે કરવાના હતા જે ના કરવું જોઈએ. જેના કારણે મેં ગોળી ચલાવી.

Niraj Patel