કાગડાએ બિલાડીને આપ્યો એવો ચકમો કે જોઈને આનંદ મહિન્દ્રા પણ થઇ ગયા ખુશ ખુશાલ, શેર કર્યો વીડિયો જુઓ

કાગડાને ખુબ જ ચતુર પક્ષી કહેવામાં આવે છે, જેની ઘણી વાર્તાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી આપણે સાંભળીએ છીએ. જેમ પક્ષીઓમાં કાગડો ચતુર છે તો પ્રાણીઓમાં બિલાડી પણ ખુબ જ ચતુર કહેવામાં આવે છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બે કાગડાઓ બિલાડીને ચકમો આપતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયોને મહિન્દ્રા સમૂહના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ તેમના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, આનંદ મહિન્દર સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને આવી નાની નાની દિલચસ્પ ઘટનાઓના વીડિયો પણ તેઓ શેર કરતા રહે છે, હાલમાં જ તેમને કાગડા અને બિલાડીનો વીડિયો શેર કર્યો છે, તેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં એક બિલાડી રસ્તા ઉપર કંઈક ખાઈ રહી છે. એટલામાં ત્યાં બે કાગડા આવે છે અને તેમાંથી એક બિલાડીને પાછળથી ચાંચ મારી અને તેનું ધ્યાન ભટકાવી દે છે. જ્યારે બિલાડી તે કાગડાની પાછળ દોડે છે, ત્યારે બીજો કાગડો ત્યાં આવે છે અને તરત જ બિલાડીની ખાવાની વસ્તુ લઈને ભાગી જાય છે.

આ વીડિયો શેર કરવાની સાથે આનંદ મહિન્દ્રાએ કેપ્શનમાં લખ્યું, “યાદ રાખો, જો તમે ટીમ સાથે મળીને કામ કરશો તો તમે હંમેશા અસરકારક રહેશો”. માત્ર 7 સેકન્ડનો આ વીડિયો એક મોટો સંદેશ આપતો જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા પણ આ વીડિયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધી આ વીડિયોને લાખો લોકો નિહાળી પણ લીધો છે.

Niraj Patel