દુઃખદ નિધન : વિશ્વના મોટા સેલિબ્રિટીના બાળકનું થયું નિધન, કરોડો ફેન્સની આંખોમાંથી આંસુ વહી ગયા

દુનિયાના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઉપર દુઃખના પહાડ તૂટી પડ્યા છે. માન્ચેસ્ટર યુનાઈટેડ સ્ટાર દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે કે જુડવા બાળકોની ડિલિવરી સમયે તેના એક પુત્રનું મોત થઇ ગયું છે. તેની ગર્લફ્રેંડ જ્યોર્જિના રોડ્રિગ્સની સાથે જુડવા બાળકોની ઉમ્મીદ કરી રહ્યા હતા પરંતુ સોમવારે સોશિયલ મીડિયા પર ખુલાસો કરતા તેમણે કહ્યું જે જ્યોર્જિનાએ એક છોકરીને જન્મ આપ્યો છે જયારે તેના છોકરાનું મોત થઇ ગયું છે.

આ સમયે તેની પુત્રી સુરક્ષિત છે. જેના પછી ફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડીઓ તેમને સાંત્વના આપી રહ્યા છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેના સંદેશમાં લખ્યું છે કે, ‘ખુબ જ દુઃખની સાથે અમારે તે કહેવું પડી રહ્યું છે કે અમારું નવજાત બાળકનું નિધન થઇ ગયું છે. આ સૌથી મોટું દુઃખ છે જે કોઈ માતા-પિતા સહી શકે છે. અમારી પુત્રીનો જન્મ જ અમને તાકત આપે છે અને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે છે. અમે બધા ડોક્ટર્સ અને નર્સોને આભાર માનીએ છીએ જેમણે અમારા આવા સમયમાં સાથ આપ્યો.’

રોલાન્ડોએ આગળ લખ્યું હતું કે આ ઘટનાએ અમને પુરી રીતે હતાશ છીએ અને બધાને અપીલ કરીએ છીએ કે અમારી ગોપનીયતાનું ધ્યાન રાખવામાં આવે. અમારો પુત્ર અમારો ફરિશ્તો હતો અમે તેને હંમેશા પ્રેમ કરીશું. જણાવી ડીએ કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની પાર્ટનર જ્યોર્જિનાએ ઓક્ટોમ્બરમાં એલાન કર્યું હતું કે તે જુડવા બાળકના માતા-પિતા બનવા જઈ રહ્યા છે.

બંનેએ હોસ્પિટલથી તસવીરો પણ શેર કરી હતી. એ જ બંને બાળકોની ડિલિવરીના સમયે પુત્રનું નિધન થઇ ગયું હતું જયારે પુત્રી સુરક્ષિત છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જયારે રિયલ મેડ્રિક માટે રમતા હતા ત્યારે 2016માં તેની મુલાકાત જ્યોર્જિના સાથે એક ગૂચી સ્ટોરમાં થઇ હતી જ્યાં જ્યોર્જિના કામ કરતી હતી. ત્યારથી બંને એક બીજાની સાથે રિલેશનમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Cristiano Ronaldo (@cristiano)

જોકે રોનાલ્ડોએ હજી સુધી લગ્ન નથી કર્યા પરંતુ તે 4 બાળકોના પિતા છે. રોનાલ્ડો 25 વર્ષની ઉંમરમાં પહેલી વખત પિતા બન્યા હતા, વર્ષ 2010માં તેમનો પુત્ર થયો જેનું નામ જુનિયર રોનાલ્ડો છે. ત્યારબાદ તે 2017માં જુડવા બાળકોમાં 1 પુત્ર અને 1 પુત્રીના પિતા બન્યા હતા ત્યારબાદ જ્યોર્જિનાથી તેમને એક પુત્રી અલાના માર્ટિન પણ છે.

Patel Meet