કોઈ અભિનેત્રી નહિ પરંતુ સ્પોર્ટ્સ એન્કરના પ્રેમમાં પડ્યા હતા આ 5 ક્રિકેટર, અભિનેત્રીઓ કરતા પણ સુંદર મળી પત્ની, જુઓ તસીવરો

ક્રિકેટ અને ગ્લેમરની દુનિયાનો સંબંધ ઘણો જૂનો છે, તમે ઘણા ક્રિકેટરો અને અભિનેત્રીઓના અફેરની ખબરો સાંભળી હશે, વળી ઘણા ક્રિકેટરો એવા પણ છે જેમણે અભિનેત્રીઓ સાથે લગ્ન પણ કર્યા છે અને આજે સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે, ત્યારે સ્પોર્ટ્સમાં પણ આવા અફેરની ખબરો સામે આવતી રહે છે, જેમાં સ્પોર્ટ્સ એન્કર અને ક્રિકેટર બંને એકબીજાને દિલ આપી બેસતા હોય છે અને લગ્નના બંધનમાં બંધાઈ જતા હોય છે. આજે અમે તમને એવા જ 5 ક્રિકેટરો જણાવીશું જેમને સ્પોર્ટ્સ એન્કર સાથે લગ્ન કર્યા છે.

1. શેન વોટસન:
શેન વોટસન અને તેની પત્ની લી વોટસનને ઓસ્ટ્રેલિયાનું ‘ગોલ્ડન કપલ’ કહેવામાં આવે છે. પહેલા પ્રેમમાં દગો મળ્યા બાદ વોટસન તેને મળ્યો હતો. બંનેએ 2006માં ડેટિંગ શરૂ કરી હતી અને ચાર વાર ડેટ બાદ જ લગ્ન કરી લીધા હતા. લી એક સ્પોર્ટ્સ પ્રોડ્યુસર, બિઝનેસવુમન અને લેખિકા પણ છે.

2. માર્ટિન ગપ્ટિલ:
ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલના લગ્ન ન્યુઝીલેન્ડની પ્રખ્યાત સુંદર સ્પોર્ટ્સ એન્કર લૌરા મેકગોડ્રક સાથે થયા હતા. તેઓ પહેલીવાર મળ્યા જ્યારે લૌરાએ ‘ધ ક્રિકેટ શો’માં ગુપ્ટિલનો ઈન્ટરવ્યુ લીધો. માર્ટિન અને લૌરા મેકગોલ્ડ્રીકે વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. લૌરા મેકગોડ્રક વ્યવસાયે સ્પોર્ટ્સ એન્કર છે.

3. સ્ટુઅર્ટ બિન્ની:
સ્ટુઅર્ટ બિન્ની અને સ્પોર્ટ્સ એન્કર મયંતી લેંગર પણ ક્રિકેટના પાવર કપલ્સમાંથી એક છે. બંનેની મુલાકાત ઈન્ડિયન ક્રિકેટ લીગ (ICL)ની એક મેચ દરમિયાન થઈ હતી. જે બાદ બંનેએ 2012માં લગ્ન કરી લીધા હતા. મયંતીએ વર્ષ 2020માં પુત્રને જન્મ આપ્યો હતો. જ્યારે બિન્ની તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો, ત્યારે મયંતીએ એન્કરિંગમાં ઘણું નામ કમાવ્યું હતું. મયંતી લેંગર ભારતની સૌથી વધુ પ્રિય મહિલા એન્કર છે.

4. બેન કટિંગ:
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર બેન કટિંગે પ્રખ્યાત ટીવી પ્રેઝન્ટર એરિન હોલેન્ડ સાથે લગ્ન કર્યા છે. એરિન હોલેન્ડ બિગ બેશ લીગની એન્કર તરીકે જોવા મળી છે. એરિન હોલેન્ડ સૌથી વધુ અનુસરવામાં આવતી અને માંગમાં રહેલ ટીવી હોસ્ટ્સમાંની એક છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર બેન કટિંગે 13 ફેબ્રુઆરી, 2021ના રોજ એરિન હોલેન્ડ સાથે લગ્ન કર્યા હતા. ઈરિને લગ્ન પછી ખુલાસો કર્યો હતો કે તે બેનને ઈન્સ્ટાગ્રામ પર મળી હતી અને પછી તેમની મિત્રતા વધી હતી. એરિન હોલેન્ડ ગાયિકા પણ છે.

5. જસપ્રીત બુમરાહ:
ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશનના લગ્ન 2021માં થયા હતા. 2019 વર્લ્ડ કપ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ હતી. ત્યારબાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. સંજના ગણેશન પ્રખ્યાત સ્પોર્ટ્સ એન્કર છે. વર્ષ 2019માં યોજાયેલા વર્લ્ડ કપમાં સંજના ગણેશને સ્ટાર સ્પોર્ટ્સના કેટલાક શોનું આયોજન કર્યું હતું.

Niraj Patel