જાણો કોણ છે શિવમ દુબેની પત્ની અંજુમ ખાન, જેના સાથે નિકાહ કરવા પર મચી ગઇ છે બબાલ

જાણો કોણ છે ક્રિકેટર શિવમ દુબેની મુસ્લિમ બેગમ અંજુમ ખાન ? ફિગર જોતા જ ઘાયલ થઇ જશો

ભારતીય ક્રિકેટર શિવમ દુબેએ 16 જુલાઇ 2021ના રોજ તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે લગ્ન કરી લીધા હતા.

તેની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. ક્રિકેટ ચાહકો એ જાણવા માટે ઘણા ઉત્સુક છે કે અંજુમ ખાન છે કોણ ? તો ચાલો આજે અમે તમને જણાવીએ શિવમ દુબેની પત્ની અંજુમ ખાન વિશે.

અંજુમ ખાન યુપીની રહેવાસી છે. તેણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીથી ફાઇન આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. અંજુમ ખાનને અભિનય અને મોડલિંગમાં દિલચસ્પી છે. તે હિંદી ધારાવાહિક ઉપરાંત મ્યુઝિક આલબમમાં પણ કામ કરી ચૂકી છે.

અંજુમ ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે તેની તસવીરો અને વીડિયો ઘણીવાર શેર કરતી રહે છે. અંજુમ ખાન ખૂબસુરતી માામલે બોલિવુડ હસીનાઓથી કમ નથી. આ વાતનો ખુલાસો નથી થયો કે શિવમ દુબે અને અંજુમ ખાનની પહેલી મુલાકાત કયારે થઇ અને કયારે તેમની વચ્ચે નજીકતા વધી.

શિવમ દુબે હિંદુ છે અને તેમની પત્ની અંજુમ ખાન મુસ્લિમ છે. આ વાત કેટલાક લોકોને પસંદ ન આવી અને તેઓ સોશિયલ મીડિયા પર આ કપલને ટ્રોલ કરવા લાગ્યા. કેટલાક લોકોએ શિવમના દુઆ માંગવા પર આપત્તિ જતાવી. કેટલાક યુઝર્સે તો એ પણ પૂછી લીધુ કે તેમણે લગ્ન કર્યા છે કે નિકાહ ?

શિવમ દુબેએ પોતાના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.  કેપ્શમાં તેણે લખ્યુ હતુ કે, અમે પ્રેમ કર્યો જે મોહબ્બતથી વધારે હતો અને હવે અમારી હંમેશા માટે લાઇફ શરૂ થાય છે. જસ્ટ મેરિડ 16.07.2021. શિવમ એક તસવીરમાં અંજુમને રિંગ પહેરાવતા પણ જોવા મળે છે.

બંને લગ્નની તસવીરોમાં ઘણા ક્યુટ લાગી રહ્યા હતા. જો કે, એ વાત સામે આવી નથી કે તેઓએ હિંદુ રીતિ રિવાજથી લગ્ન કર્યા છે કે મુસ્લિમ. કેટલાક યુઝર્સ સોશિયલ મીડિયા શિવમ વિરૂદ્ધ ખરાબ લખી રહ્યા છે.

કેટલાક લોકોએ તો એ પર આપત્તિ જતાવી છે કે અંજુમ ખાને માંગમાં સિંદુર કેમ નથી લગાવ્યુ. એક યુઝરે આ કપલને નુસરત જહાં અને નિખિલ જૈનની જોડી સાથે સરખાવી દીધી.

Shah Jina