આ ગુજરાતી ક્રિકેટરે ગુજરાત હાઈકોર્ટના વકીલ રિની સાથે લીધા સાત ફેરા, આણંદના રિસોર્ટમાં યોજાયા ભવ્ય લગ્ન, જુઓ અંદરની તસવીરો
વર્ષ 2021ની શરૂઆત થવાની સાથે ઘણી જ ખુશ ખબરીઓ આવવા લાગી છે, થોડા સમય પહેલા જ ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ પિતા બનવાની ખુશ ખબરી આપી તો આ દરમિયાન જ સૌરાષ્ટ્ર ટીમના કપ્તાન જયદેવ ઉનડકટ પણ લગ્ન કરવાના સમાચાર આપ્યા છે.
જયદેવ ઉનડકટે તેની મંગેતર રીની સાથે લગ્ન કરી લીધા છે. જયદેવના લગ્નનો સમારંભ આણંદના એક રિસોર્ટની અંદર યોજવામાં આવ્યો હતો. રીની અને જયદેવે પોતાના લગ્નને લઈને કોઈ જાણકારી આપી નહોતી.
જયદેવના લગ્નની અંદર પરિવારના નજીકના સભ્યો અને કેટલાક ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા. આ સમગ્ર લગ્ન આણંદના મધુબન રિસોર્ટની અંદર યોજવામાં આવ્યા હતા. સાથે ફિલ્મ અભિનેત્રી ભક્તિ કુબાવત પણ હાજર રહી હતી.
જયદેવની પત્ની રીની હાઇકોર્ટમાં વકીલ છે. તે બંનેએ ગત 15 માર્ચ 2020ના રોજ સગાઈ કરી હતી. જયદેવે પોતાના લગ્નની વાત ખુબ જ ખાનગી રાખી હતી. એ બધા વચ્ચે જ ગત મંગળવારના રોજ જયદેવ રીની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લગ્ન માટે રીની અને જયદેવનો પરિવાર છેલ્લા બે દિવસથી આણંદમાં હતો. જેના કેટલાક વિડીયો અને તસવીરો પણ જયદેવના મિત્રોએ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.
જયદેવ ઉનડકટની કેપ્ટનશીપમાં સૌરાષ્ટ્ર પહેલીવાર રણજી ટ્રોફી પોતાને નામે કરી શક્યું છે. 70 વર્ષમાં સૌરાષ્ટ્ર પહેલીવાર રણજી ટ્રોફી જીત્યું છે.
સામે આવેલી લગ્નની તસ્વીરોની અંદર જયદેવ અને પત્ની રીની બંને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. હાજર મહેમાનોએ જયદેવ અને રીનીને આશીર્વાદ પણ આપ્યા હતા.
લગ્નમાં સોરાષ્ટ્ર ક્રિકેટ ટીમના સભ્યો ઉપરાંત બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે પણ હાજરી આપી નવદંપતિને આશિવર્દિ આપ્યા હતા.