ગુજરાતમાં ત્રણ દિવસ માટે આ વર્ષથી વધુ વયના લોકોને રસી નહિ મળે, જાણો વિગત

કોરોના મહામારી હાલ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કાળ બનીને વરસી રહી છે. કોરોનાની બીજી લહેરે તો સમગ્ર ગુજરાતને ઘમરોળી નાખ્યુ છે તેવામાં હાલ કોરોનાના સંક્રમણથી બચવા માટે એકમાત્ર વેક્સિનેશન જ ઉપાય છે.

સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ વયના લોકોને રસી માટે મંજૂરી આપી દીધી હતી હવે તે બાદ રાજયમાં વેક્સિનેશનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ના હોવાથી હવે રાજ્યમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ આગામી ત્રણ દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યું છે.

તમને જણાવી દઇએ કે, કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે જાહેર કરી હતી.

આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં 14 મેથી ત્રણ દિવસ માટે 45 વયથી વધુ વયના લોકોની રસીકરણ કામગીરી મોકૂફ રાખવામાં આવશે. સોમવારથી કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર 45 વર્ષથી વધુ વયના લોકો માટેની રસીકરણ કામગીરી ફરી શરૂ કરવામાં આવશે.

18 વર્ષથી 45 વર્ષના લોકોને રજિસ્ટ્રેશન આધારે શેડ્યુલ અપાઈ ગયા છે અને રસીકરણ અંગેનો મેસેજ જેઓને મળ્યો છે તેવા લોકો માટે રસીકરણની કામગીરી આ ત્રણ દિવસો દરમિયાન કરવામાં આવશે.

Shah Jina