નેતાએ દર્દીઓને રેમડેસિવિર મફત આપવા માટે તોડી દીધી 90 લાખની એફડી, તો એક વ્યક્તિએ ઓક્સિજન આપવા વેચ્યા પત્નીના ઘરેણાં

કોરોના કાળની અંદર જ્યાં એક તરફ સરકાર અને નેતાઓ રાજકારણ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ કેટલાક નેતાઓ એવા પણ છે જેઓ માનવતાનો ધર્મ નિભાવી રહ્યા છે. આ મહામારીના સમયમાં કેટલાક નેતાઓ લોકોની મદદ માટે આગળ આવ્યા છે.

તેમાંથી એક છે હિંગોલી જિલ્લાના કલમનુરી વિધાનસભા સીટથી શિવસેનાના વિધાયક બનેલા સંતોષ બાંગર. સંતોષ બાંગરે જરૂરિયાતમંદ લોકોને રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચવા માટે પોતાની 90 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ તોડાવી નાખી છે.

ફિક્સ ડિપોઝીટ દ્વારા મળેલી રકમ તેમને એક પ્રાઇવેટ વેક્સિન ડિસ્ટ્રીબ્યુટરને આપી છે. માનવામાં આવી રહ્યું છે કે આ પૈસાથી જલ્દી જ સ્થાનિક લોકોને રેમડેસિવિર ઇન્જેક્શન મળી શકે છે. બાંગરની જેમ જ મુંબઈના માલવણી વિસ્તારમાં ડેકોરેશનનું કામ કરવા વાળા પાસ્કલ સલદાન્હએ કોરોનાના દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચવા માટે પોતાની પત્નીના ઘરેણાં પણ વેચી દીધા.

પાસ્કલે જણાવ્યું કે તેમની 51 વર્ષીય પત્ની રોજી, કિડની ફેલિયર અને બ્રેન હેમરેજ બાદ છેલ્લા પાંચ વર્ષથી બેડ ઉપર છે. થોડા દિવસ પહેલા જ તેમના દીકરાની સ્કૂલમાંથી પ્રિન્સિપાલનો ફોન ઓક્સિજન સિલેન્ડર માંગવા માટે આવ્યો. ત્યારબાદ પાસ્કલે સહેજ પણ મોડું કર્યા વગર ઓક્સિજન સિલેન્ડર તેમની પાસે પહોંચવી દીધું જેનાથી એક સ્કૂલ ટીચરનો જીવ બચી ગયો.

ત્યારબાદ પાસ્કલ ઉપર સ્કૂલમાંથી અલગ અલગ લોકોના ફોન આવવા લાગ્યા. તેમને જણાવ્યું કે તેમની પત્નીની તબિત સતત ખરાબ રહેતી હતી જેના કારણે તેમના ઘરમાં 3-4 સિલેન્ડરનો સ્ટોક રાખતા હતા. પરંતુ માંગણી વધવાના કારણે તેમને તેમની પત્નીના એક લાખના ઘરેણાં વેચી દીધા અને તેમાં થોડા પૈસા ઉમેરીને 8 ઓક્સિજન સિલેન્ડર ખરીદી જરૂરિયાતમંદને પહોંચાવ્યાં.

Niraj Patel