ખબર

દેશમાં કોરોના કેસ 47 હજારને પાર, આ વર્ષે એક દિવસમાં થઇ સૌથી વધુ મોત, જાણો વિગત

દેશમાં કોરોનાનું સંકટ ધીરે ધીરે વધતુ જઇ રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 47 હજાર 262 કેસ નોંધાયા છે. આ દરમિયાન 23,907 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને 275 લોકોના મોત નિપજયા છે.

પ્રતિકાત્મક તસવીર

કોરોના સંક્રમિતોના મામલે ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકા બાદ સૌથી વધુ રિકવરી ભારતમાં થઇ છે. તેમજ અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ સૌથી વધુ મોત ભારતમાં થઇ છે. એક્ટિવ કેસના મામલે ભારત દુનિયામાં 7માં નંબર પર છે.

કોરોના વાયરસના સૌથી વધુ કેસ રોજ મહારાષ્ટ્રમાં નોંધાઇ રહ્યા છે. રાજયમાં કાલે 28 હજાર 699 નવા કેસ સામે આવ્યા છે. ત્યાં જ 132 લોકોની મોત પણ થઇ છે. જો કે, આ મહામારીને માત આપીને 13 હાજર 165 લોકો ઠીક પણ થઇ ચૂક્યા છે. કોરોના મહામારીને કારણે ઘણા શહેરો અને રાજયોમાં નાઇટ કર્ફયુ અને કેટલાક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે. કેટલાક શહેરોમાં લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યુ છે.

 

આ વચ્ચે મંગળવારે દેશમાં મોદી સરકારે વેક્સીનેશનને લઇને મહત્વની જાહેરાત કરી હતી. 1 એપ્રિલથી 45 વર્ષ કે તેથી ઉપરના તમામ લોકો કોરોના વેક્સિન લગાવી શકશે.