ખબર

WHOની આપી ભયંકર ચેતવણી, કહ્યું- 20 લાખ લોકોના મૃત્યુ થઇ શકે છે જો….

કોરોનાએ વિશ્વભરમાં કાળો કહેર મચાવ્યો છે. કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતો જાય છે. તો કોરોનાને કારણે મૃત્યઆંક પણ વધ્યો છે. આ લખાય છે ત્યાં સુધીમાં વિશ્વમાં કોરોનાના 32,769,408 કેસ નોંધાઈ ચુક્યા છે. કોરોનાને કારણે 993,542 લોકોના મૃત્યુ થયા છે.

Image source

આ બાબતે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ ચેતવણી આપી છે કે, કોરોના વાયરસનું સંક્ર્મણ વધી રહ્યું છે. જો આ સંક્ર્મણને રોકવા માટેના ઉપાય કરવામાં નહીં આવે તો કોરોના વાયરસને કારણે વૈશ્વિક મૃત્યુ દર 2 ગણો થઇ શકે છે.

Image source

ડબ્લ્યુએચઓનાં ઇમરજન્સી ડિરેક્ટર ડબલ્યુએચઓ માઈક  રાયને કહ્યું કે, “કોરોના વાયરસ આવ્યા પછી લગભગ એક મિલિયન એટલે કે 10 લાખ લોકોનાં મોત કોરોનાના કારણે નીપજી ચુક્યા છે. આ એક ભયાનક સંખ્યા છે. મૃત્યુ આંક 20 લાખના થઇ જાય એ પહેલા આપણે કોરોનાને કન્ટ્રોલ કરવાની આવશ્યકતા છે. આ સાથે જ સવાલ ઉઠાવ્યો હતો કે, આપણે 2 મિલિયનથી બચવા માટે સામુહિક રીતે પ્રયાસ કરવાની જરૂર છે ?

Image source

હાલ વિશ્વમાં સૌથી વધુ  કોરોનાના કેસ અમેરિકામાં 7,244,184 ત્યાર બાદ ભારતમાં 5,903,932 કેસ નોંધાયા છે. આ સાથે જ WHOએ જણાવ્યું છે કે,સંક્ર્મણ ફેલાવવા પાછળ યુવાનોને જવાબદાર ના ગણો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.