ખબર

ભારતમાં કોરોનાએ 2 મહિનામાં જ રેકોર્ડ તોડ્યો, છેલ્લા ૨૪ કલાકમાં અધધ કેસ, જાણો વિગત

દેશમાં કોરોનાનું સંક્રમણ એકવાર ફરી ઝડપથી વધવા લાગ્યુ છે. લગભગ 2 કે અઢી મહિના બાદ 22 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે જ સતત 8 દિવસથી 15 હજારથી વધુ કેસ નોંધાય છે.

દેશમાં એક દિવસમાં કોવિડ-19ના 22854 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણના કેસ વધીને 1,12,85,561 થઇ ગયા. તો 126 લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 1,58,189 થઇ ગઇ છે.

પ્રતિકાત્મક તસવીર

દેશમાં અત્યારે 1,89,226 લોકો કોરોના વાયરસ સંક્રમણની સારવાર ચાલી રહી છે અને 1,09,38,146 લોકો સંક્રમણ મુક્ત થઇ ચૂકયા છે.

દેશમાં એક દિવસમાં કોવિડ-19ના 22854 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણના કેસ વધીને 1,12,85,561 થઇ ગયા. તો 126 લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 1,58,189 થઇ ગઇ છે.

દેશમાં અત્યારે 1,89,226 લોકો કોરોના વાયરસ સંક્રમણની સારવાર ચાલી રહી છે અને 1,09,38,146 લોકો સંક્રમણ મુક્ત થઇ ચૂકયા છે. દેશમાં ગુરુવારે સતત 8મા દિવસે 15 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આ પહેલા 25 ડિસેમ્બર 2020ના રોજ 22,273 કેસ નોંધાયા હતા.

પ્રતિકાત્મક તસવીર

દેશમાં 16 જાન્યુઆરીથી કોરોનાના ટીકાકરણની શરૂઆત થઇ હતી. 10 માર્ચ સુધી દેશભરમાં 2 કરોડ 56 લાખ 85 હજાર સ્વાસ્થ્યકર્મીઓ, વૃદ્ધો અને કોરોના યોદ્ધાઓને કોવિડ-19નો ટીકો લગાવવામાં આવ્યો છે. ગત દિવસે 13 લાખ 17 હજાર 357 લોકોને ટીકો લગાવવામાં આવ્યો હતો.

કોરોના સંક્રમિતોની સંખ્યા અનુસાર ભારત દુનિયાનો બીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા બાદ સૌથી વધુ રિકવરી ભારતમાં થઇ છે. મોતના મામલે અમેરિકા, બ્રાઝિલ, મેક્સિકો બાદ ભારતનો નંબર આવે છે.