વિદેશોનો મોહ રાખતી છોકરીઓ માટે પ્રેરણા સમાન કિસ્સો, લાખો રૂપિયાની નોકરી છોડીને આ યુવતી પોરબંદરના નાના ગામમાં કરી રહી છે ખેતી અને પશુપાલન

લંડનની વૈભવી લાઇફ છોડીને આ ગુજરાતી દંપતીએ ગામડામાં આવીને ખેતી અને પશુપાલન કર્યું, ગર્વની વાત

આપણા દેશના મોટેભાગના યુવાનોનું સપનું હોય કે તેઓ સારી નોકરી કરીને આરામથી જીવન વિતાવે, કે તેમને વિદેશ જવાનો મોકો મળે અને ત્યાં સ્થાયી થઇ જાય, લાખોની નોકરી હોય, આરામનું જીવન હોય,

આવી તક તો કોણ છોડે? આવી વાતના વિચારોથી પણ કોઈ પણ ખુશ થઇ જાય તો આવી તક તો કઈ રીતે જતી કરી શકે? આજે મોટાભાગનો યુવાવર્ગ વિદેશોમાં જવા માટેની સપના રાખતો હોય છે, આજના યુવાનોને ખેતી અને પશુપાલનમાં જરા પણ રસ રહ્યો નથી, તે સારી નોકરી અને સારા પૈસા કમાવવા માંગે છે.

આજે ઘણી યુવતીઓ પણ એવું જ ઈચ્છે છે કે તે કોઈ એનઆરઆઈ સાથે લગ્ન કરી અને વિદેશમાં સ્થાયી થઈને એક સારું જીવન વિતાવે. ઘણા સંતાનોના માતા પિતા પણ એવું જ ઇચ્છતા હોય છે.

પરંતુ આજે અમે તેમને એક એવા દંપતીની વાત કરવાના છીએ, જેને વિદેશનો મોહ છોડી અને ગુજરાતના પોરબંદરના નાના એવા ગામડામાં આવી અને આજે પશુ પાલન અને ખેતી કરીને જીવન વિતાવી રહ્યા છે.એટલું જ નહીં,

વતન આવીને શહેરમાં રહીને કોઈ નોકરી કરવાને બદલે પોતાના બાપ-દાદાનો પારંપરિક વ્યવસાય અપનાવવાનું નક્કી કર્યું. અને ગામમાં આવીને તેમને કઠણ જીવનમાં પણ સફળતાની ઇમારત ચણી છે.

આ યુવા દંપતીએ ઈંગ્લેન્ડનું જીવન છોડીને પોતાનું વતન પોરબંદરના બેરણ ગામે આવીને વસ્યા છે અને અહીં આવીને ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. દરેકના મનમાં એવો સવાલ ચોક્કસ જાગવાનો છે કે આ દંપતીએ આખરે એવું શું કામ કર્યું ? ઘણા લોકો તેમને મૂર્ખ પણ સમજતા હશે, પરંતુ તેની પાછળની કહાની સાંભળીને તમને પણ તેમના માટે સન્માન થશે અને પ્રેરણા પણ લઇ શકશો.

રામદે ખુંટી અને તેમની પત્ની ભારતી ખુંટી, જે ઘણા લાંબા સમયથી લંડનમાં રહેતા હતા. ત્યાં તેઓનું જીવન સુખ-સાયબી ભરેલું હતું. પરંતુ હવે પતિ-પત્ની પોતાના નાના દીકરાને લઈને લંડન છોડીને ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલા પોતાના ગામડે પરત આવી ગયા. અહીં ગામમાં રહીને રામદે અને ભારતી ખેતી અને પશુપાલન કરે છે.

રામદે ખુંટી વર્ષ 2006માં કામ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા, 2 વર્ષ ત્યાં કામ કર્યા પછી ભારત આવ્યા અને અહીં ભારતી સાથે લગ્ન કરી લીધા. લગ્ન સમયે ભારતી રાજકોટમાં એરપોર્ટ મેનેજમેન્ટ અને એર હોસ્ટેસનો કોર્સ કરી રહી હતી. ભારતી પોતાનો અભ્યાસ પૂરો કરીને વર્ષ 2010માં આપતી પાસે લંડન જતી રહી.

લંડનમાં ભારતીએ ઇન્ટરનેશનલ ટૂરિઝમ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટની ડિગ્રી લીધી. આ પછી ભારતીએ બ્રિટિશ એરવેઝના હિથ્રો એરપોર્ટથી હેલ્થ અને સેફ્ટિનો કોર્સ પણ કર્યો અને પછી ત્યાં જ નોકરી પણ કરવા લાગી. લંડનમાં આ દંપતીનું જીવન શાનદાર વીતી રહ્યું હતું, બંનેને એક દીકરો પણ થયો. પરંતુ રામદેને અહીં ગુજરાતમાં રહેતા તેમના માતા-પિતાની ચિંતા સતાવી રહી હતી.

રામદે તેમનો એકનો એક દીકરો હતો જે તેમનાથી દૂર હતો. તેમનું ધ્યાન રાખવાવાળું અહીં કોઈ ન હતું, અને તેમનું ખેતીનું કામ પણ બીજા લોકો કરી રહયા હતા. જેથી એક દિવસ રામદેએ ભારત પોતાના માતા-પિતા પાસે પરત ફરવાનો નિર્ણય લીધો,જેમાં તેમની પત્ની ભારતીએ પૂરું સમર્થન આપ્યું. જેથી એક દિવસ આ પતિ-પત્ની લંડન છોડીને પોતાના દીકરા સાથે ગુજરાત આવીને વાસી ગયા.

પતિ રામદે ખુંટીને તો ખેતીકામ આવડતુ હતુ પરંતુ ભારતીએ આ પહેલા પશુપાલન અને ખેતી કામ ક્યારેય કર્યું નહોતું, જેના કારણે તેના માટે થોડું મુશ્કેલ હતું. પરંતુ સતત મહેનતને પરિણામે હવે ભારતી ખેતી સાથે પશુપાલનનું કામ પણ જાતે જ સંભાળે છે. હવે ભારતી ભેંસોને પણ જાતે જ દોવે છે અને બીજા અન્ય કામો પણ જાતે જ કરે છે. તેને જોઈને તમને જરા પણ અંદાજો ન આવે કે આ પહેલા લંડનમાં રહી ચુકી છે.

રામદે અને ભારતીએ એક વર્ષ પહેલા પોતાની યુટ્યુબ પર એક ચેનલ પણ શરુ કરી છે જેના માધ્યમથી તેઓ આધુનિક ટેક્નિકથી ખેતી અને વૈજ્ઞાનિક રીતે પશુપાલન કરવાની ટિપ્સ આપે છે.

આજે મોટા ભાગના એવા માં-બાપ છે જેઓના સંતાનો ફોરેનમાં સેટલ કરવાના મોહમાં તેમજ પૈસા કમાવવાની લાયમાં એક વખત પોતાના વતનથી ગયા બાદ ત્યાની જીવનશૈલીમાં પોતાના પરિવારને જ વિસરી ગયા છે તેવા આપણે ત્યા અનેક કિસ્સાઓ છે. બ્રિટનથી અહી સ્થાયી થયેલા આ દપંતીએ જો ઈચ્છયું હોત તો તેઓ ચોક્કસ હજુ પણ ત્યા રહી શક્યા હોત.પરંતુ તેઓએ પોતાના માં-બાપ પરિવાર સાથે જ તેઓની સાચી ખુશી છે તેવુ સમજીને આજે જે રીતે કુદરતના ખોળે જીવન જીવી રહ્યા છે તે તે વાતની સાબિત થાય છે કે,સાચુ સુખ માત્ર પૈસા નથી પરંતુ માં-બાપ અને પરિવાર સાથે રહીને જે કિમંતી સમય પસાર કરીને પણ આપણે સારી રીતે આપણુ જીવન જીવી શકીએ છીએ.

Niraj Patel