લાજ શરમ અને નિયમોને નેવે મૂકી ટ્રાફિકથી ધમધમતા રોડ પર સ્કૂટીની આગળ યુવતીને બેસાડીને યુવક ચાલુ સ્કૂટી પર જ કરવા લાગ્યો રોમાન્સ, વાયરલ થયો વીડિયો

ફિલ્મોના સીનની જેમ યુવતી યુવકની સ્કૂટી આગળ બાથ ભરીને બેસી ગઈ, ટ્રાફિકથી ભરચક રોડ પર ચાલુ સ્કૂટીમાં જ કીસો પણ કરવા લાગી, વીડિયો થયો વાયરલ

ઇન્ટરનેટ પર ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. જેમાં ઘણા વીડિયોમાં કેટલીક એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને લઈને લોકોના રૂંવાડા પણ ઉભા થઇ જતા હોય છે. ટ્રાફિકના નિયમોને તોડતા ઘણા લોકોને તમે જોયા હશે જે પોતાની સાથે ઘણીવાર બીજાનો જીવ પણ જોખમમાં મુકતા હોય છે.

ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં લાજ શરમ સાથે નિયમોને પણ નેવે મૂકીને એક કપલે એવું કામ કર્યું કે જોનારના મગજનો પારો પણ છટકી ગયો. આ કપલ ચાલુ સ્કૂટી પર જ ફિલ્મી ઢબે રોમાન્સ કરવામાં મશગુલ બની ગયા, જેનો વીડિયો કોઈએ બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો લખનઉના કોઈ સ્થળનો છે, જો કે તે લખનઉના કયા સ્થળનો છે તેની પુષ્ટિ થઈ નથી. પરંતુ વીડિયોમાં જોવા મળે છે કે છોકરો વ્યસ્ત રોડ પર સ્કૂટી લઈને જઈ રહ્યો છે અને છોકરી તેની સામે બેઠી છે. આ છોકરી છોકરાની સામે બેઠી છે અને તેને બંને હાથથી પોતાની બાહોમાં જકડી રાખ્યો છે. છોકરી તેને વારંવાર કિસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

નવાઈની વાત એ છે કે સ્કૂટીની સ્પીડ પણ યોગ્ય હતી. જો સંતુલન થોડું પણ બગડ્યું હોત તો બંને પડી જતા અને તેમને ઈજાઓ પણ થઇ શકતી હતી, પરંતુ બંને પોતાના રોમાન્સમાં મશગુલ બનીને આગળ ચાલ્યા જાય છે. આ સમગ્ર ઘટનાને પાછળથી બાઈક લઈને આવી રહેલા કોઈ વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી. જેનો વીડિયો વાયરલ થતા જ લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel