સુરતમાં દર્દનાક ઘટના: વેલેન્ટાઈનના દિવસે જ મૌતને ઘાટ ઉતર્યા પ્રેમી પંખીડા, 6 મહિના પહેલા જ થઇ હતી સગાઈ

લગ્ન થાય એ પહેલા જ પ્રેમી પંખીડા વેલેન્ટાઈનના દિવસે જ મૌતને ઘાટ ઉતર્યા, સમગ્ર ઘટના જાણીને હૃદય રડવા લાગશે

વેલેન્ટાઈન ડે દુનિભારમાં ભારે ઉત્સાહથી ઉજવવામાં આવે છે.વેલેન્ટાઈન ડે એક પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેની પાછળની કહાની પ્રેમની મિસાલ કાયમ કરે છે. આ દિવસે પ્રેમી પંખીડાઓ એકબીજા સામે પોતાના પ્રેમનો ઈઝહાર કરે છે.

એવામાં આજના જ દિવસે એક પ્રેમી પંખીડા પોતાના પ્રેમની શરૂઆત કરે તે પહેલા જ મૌતને ઘાટ ઉતરી ગયા હતા. આ કરુંણ ઘટના સુરત શહેરમાં બની હતી. જ્યા બંન્ને યુવક યુવતી આ ખાસ દિવસની ઉજવણી કરવા માટે મોપેડ લઈને ઘરની બહાર નીકળ્યા હતા.આ સમયે બંનેને ગોજારો અકસ્માત નડ્યો હતો.

સુરતના ગભેણી ગામ વાડી ફળિયામાં રહેતો સંતોષ રણછોડ ખલાસી અને તેની થનારી જીવનસાથી સાથે મોપેડ બાઈક લઇને જઈ રહ્યા હતા તે જ સમયે ભિરાડ નજીક ડમ્પર ચાલકે અડફટે લેતા બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

પરિવારના જણાવ્યા અનુસાર બંનેની 6 મહિના પહેલા જ સગાઈ હતી અને અમુક મહિનામાં બંનેના લગ્ન પણ થવાના હતા. બંને પોતાના નવા જીવનની શરૂઆત કરે તે પહેલા જ બંને યમલોક પહોંચી ગયા હતા, આ કરુણ ઘટનાથી બંન્ને પરિવાર પર દુઃખોનું આભ ફાટી પડ્યું હતું.

Krishna Patel